આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થતુ જાય છે. ત્યારે મંગળવારે માર્કેટ ઓપન થતા માર્કેટ પહેલા અપ થયુ અને પછી ડાઉન. જો કે બાદમાં તેજી જ જોવા મળી હતી. ત્યારે ક્લોઝિંગ સમયે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં 673 પોઇન્ટનો ઉછાળો નોંધાયો જ્યારે નિફ્ટીમાં 239 પોઇન્ટના ઉછાળા સાથે થયો હતો બંધ.
તેજી સાથે માર્કેટ બંધ
સતત છ દિવસની વેચવાલી બાદ બજારમાં બ્રેક લાગી હતી અને રોકાણકારોની ખરીદીના વળાંકને કારણે બજાર જોરદાર ગતિ સાથે બંધ થયું હતું. બેન્કિંગ ઓટો શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, તો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી.
માત્ર આ સેક્ટરના શેરમાં ઘટાડો
આજના કારોબારમાં મિડકેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1235 પોઈન્ટના ઉછાળા સાથે 58,535 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલકેપ શેરમાં પણ તેજી જોવા મળી હતી. નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 374 પોઈન્ટ અથવા 2.05 ટકાના ઉછાળા સાથે 18,617 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા એફએસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. માત્ર મેટલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિમાં વધી
શેરબજારમાં મોમેન્ટમ પરત આવવાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 459.78 લાખ કરોડના સ્તરે બંધ થયું, જે લગભગ રૂ. 8 લાખ કરોડના ઉછાળા સાથે, જે અગાઉના સત્રમાં રૂ. 451.99 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું.