અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત પણ સારી રહી. ગયા અઠવાડિયે ભારે ઉછાળો નોંધાવ્યા બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં શરૂઆતના સમયે 300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. બપોરે 1 વાગ્યાની આસપાસ માર્કેટ જોઇએ તો, સેન્સેક્સ 1054 પોઇન્ટના વધારા સાથે 77,960. અંકે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 300 પોઇન્ટના વધારા સાથે 23,650 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો. આ દરમિયાન, રિલાયન્સ, કોટક બેંક, NTPC, પાવરગ્રીડ, RVNL અને IREDA ના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો.


[[$googlead]]

2175 શેર્સની મજબૂત શરૂઆત

[[$alsoread]]

શરૂઆતના કારોબારમાં L&T, PowerGrid, NTPC, ONGC, Hero Motocorp સૌથી વધુ વધ્યા હતા, જ્યારે Titan, Trent, HDFC Life અને M&M ઘટ્યા હતા. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા અને નિફ્ટી-50 એક જ વારમાં 23,500 ના આંકને પાર કરી ગયા. શરૂઆતના વેપારમાં, લગભગ 2175 કંપનીઓના શેર લીલા નિશાન પર ઉછાળા સાથે કારોબાર કરવા લાગ્યા, જ્યારે 472 શેર એવા હતા જે રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે 178 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.

આ 10 શેર્સમાં તેજી

જો આપણે શેરબજારમાં સૌથી વધુ વધનારા ટોચના 10 શેરો પર નજર કરીએ, તો લાર્જ-કેપ કેટેગરીમાં NTPC શેર (4.50%), કોટક બેંક શેર (4.44%) અને એક્સિસ બેંક શેર (2%), રિલાયન્સ શેર (2.10%) અને HDFC બેંક શેર (1.70%) વધુ ટ્રેડ થઈ રહ્યા હતા. તો, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, IGL શેર (3.46%), IREDA (3.29%), RVNL શેર (3%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ શેરોમાં, રેલટેલ શેર 8.83% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, ઝેન્ટેક શેર 8.65% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.



  • Follow us on: