- ઈન્ડિગો એરલાઈને ફયૂઅલ સરચાર્જમાં કર્યો ઘટાડો
- ફયૂઅલ સરચાર્જ ઘટતા ટિકિટના દરમાં ભારે ઘટાડો આવશે
- નવા વર્ષે કંપની તરફથી ખાસ પહેલ
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ નવા વર્ષે ફલાઈટમાં પ્રવાસ કરનારને ખુશખબરી આપી છે. ઈન્ડિગો તરફથી કરાયેલી જાહેરાતનો તાત્કાલિક અસરથી તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટથી ફ્યૂઅલ સરચાર્જ હટાવી દીધો છે. એટીએફની કીંમતોના વધારા બાદ ઈન્ડિગોએ ફ્યૂઅલ સરચાર્જને ઑક્ટોબર 2023થી લાગુ કર્યું હતું. આના હટાવવાથી ફલાઈટ ટિકિટ ટિકિટની કીંમતોમાં ઘટાડો આવશે. સરકારની તરફથી ત્રીજીવાર એટીએફની કીંમતોમાં કાપ બાદ ઈન્ડિગોએ ચાર જાન્યુઆરી 2024થી ફ્યૂઅલ સરચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે.
એટીએફની કીંમતોમાં સતત પરિવર્તન
ઈંડિગો તરફથી ઈશ્યૂ કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે એટીએફની કીંમતોમાં સતત પરિવર્તન આવતા રહે છે. માર્કેટમાં આ સ્થિતિ અનુસાર આગામી સમયમાં ભાડામાં ફેરફાર આવી શકે છે. આની પહેલા ન્યૂ યરના દિવસે એટીએફએ કરેલી કીંમતોમાં સતત ત્રીજા મહિને કાપ જોવા મળ્યો હતો. સરકારે પહેલી જાન્યુઆરીથી દિલ્હીમાં એટીએફનો દર 4,162.5 ઘટાડીને 101,993.17 રૂપિયા પ્રતિ કિલોલિટર કરી દીધી છે. આ અગાઉ પહેલી નવેમ્બરે એટીએફના ભાવમાં આશરે 6,854.25 રૂપિયા એટલે કે છ ટકા અને ડિસેમ્બરમાં 5,189.25 રૂપિયા 4.6 ટકાનો કાપ કરાયો હતો.
ફ્યૂઅલર સરચાર્જ હટાવવાની સીધી અસર ફલાઈટના ભાડા પર પડશે. ફ્યૂઅલ સરચાર્જ હેઠળ 500 કિલોમીટરથી ઓછી યાત્રા માટે 300 રૂપિયા, 510થી 1000 સુધીના અંતર માટે 400 રૂપિયા, 1001 કિલોમીટરથી 1500 કિમીની વચ્ચે યાત્રા માટે 550 રૂપિયા, 1501 કિલોમીટરથી 2500 કિલોમીટરની વચ્ચેની યાત્રા માટે 650 રૂપિયા, 2501થી 3500 કિલોમીટર સુધીના પ્રવાસ માટે 800 અને આનાથી વધુના પ્રવાસ પર 1000 રૂપિયા ફ્યૂઅલ સરચાર્જ લેવાતો હતો.
હવે શું અસર થશે?
ઈન્ટરનેશનલ ફલાઈટ માટે ફ્યૂઅસર સરચાર્જ અંતર અને એરલાઈનના આધાર પર નક્કી કરાય છે. ઈન્ડિગોએ ફયૂઅલ ચાર્જ લગાવવાનો નિર્ણય એટીએફની કીંમતોમાં સતત વધારા બાદ લીધો હતો. એટીએફ કોઈપણ એરલાઈનના ઓપરેશ પર થનાર ખર્ચનો મોટો હિસ્સો હોય છે. ફયૂઅલ સરચાર્જ લગાવવાથી ઈન્ડિગો એરલાઈનને એટીએફના વધતી કીંમતને કવર કરવામાં મદદ મળી હતી. હવે જ્યારે એટીફએફની કીંમતના કાપ આવ્યો છે તો ઈન્ડિગો ફ્યૂઅલ સરચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે. આની અસર આગામી સમયમાં ટિકિટની કીંમત પર જોવા મળશે.










