• ગોલ્ડ સ્પોટ અને લિમ્કાથી કોકા-કોલા જેવી બ્રાન્ડ્સનું વેચાણ કરી ચૂક્યા

  • કંપની ભારત તેમજ પડોશી દેશોમાં 4,500થી વધુ ડિસ્ટ્રિબ્યૂટર્સ ધરાવે
  • હાલમાં તે 122 કામકાજી પ્લાન્ટ્સ ધરાવે

તાતા જૂથની તાતા કન્ઝયૂમર રૂ. 6,000-7,000 કરોડમાં બિસલેરી ઈન્ટરનેશનલની ખરીદી કરે તેવા અહેવાલ છે. બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણ પાસે બિસલેરીને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માટે કોઈ અનુગામી નહીં હોવાનું એક મીડિયા અહેવાલ જણાવે છે. ચૌહાણ અગાઉ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કાથી કોકા-કોલા જેવી બ્રાન્ડ્સનું વેચાણ કરી ચૂક્યા છે. ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસલેરી નાણાવર્ષ 2022-23માં રૂ. 2,500 કરોડનું ટર્નઓવર અને રૂ. 220 કરોડનો નફો નોંધાવે તેવી અપેક્ષા છે. બિસલેરીનું વેચાણ એક પીડાદાયક નિર્ણય હોવા છતાં તાતા જૂથ તેની વધુ સારી રીતે માવજત રશે એમ ચૌહાણ જણાવે છે. મને તાતાનું કલ્ચર અને મૂલ્યો તથા એકરૂપતા પસંદ છે અને તેથી જ અન્ય રસ ધરાવનારાઓ તરફથી બિસલેરીની ખરીદીમાં આક્રમક્તા છતાં તાતાને તેનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે એમ ચૌહાણ ઉમેરે છે. તેઓ બિઝનેસમાં લઘુમતી હિસ્સો નહીં જાળવે. તેઓ પર્યાવરણીય અને ચેરિટેબલ કારણો જેવાકે જળ સંચય અને પ્લાસ્ટિક રિસાઇકલિંગ પર ધ્યાન આપશે. લગભગ 21 વર્ષો અગાઉ 1993માં કોકા-કોલાએ ચૌહાણ અને તેમના ભાઈ પ્રકાશ પાસેથી સમગ્ર પોર્ટફોલિયો ખરીદ્યો હતો. થમ્પ અપ અને લિમ્કા ઉપરાંત પોર્ટફોલિયોમાં સાઈટ્રા, રિમઝીમ અને માઝાનો સમાવેશ થતો હતો. તાતા કન્ઝયૂમર હાલમાં હિમાલયા અને તાતા કોપર પ્લસ બ્રાન્ડ નામ હેઠળ પેકેજ્ડ મિનરલ વોટરનું વેચાણ કરી રહી છે. બિસલેરીની શરૂઆત 1965માં મુંબઈ ખાતે એક ઇટાલિયન બ્રાન્ડ તરીકે થઈ હતી. ચૌહાણ બંધુઓએ 1969માં તેની ખરીદી કરી હતી. હાલમાં તે 122 કામકાજી પ્લાન્ટ્સ ધરાવે છે. કંપની ભારત તેમજ પડોશી દેશોમાં 4,500થી વધુ ડિસ્ટ્રિબ્યૂટર્સ ધરાવે છે.


  • Follow us on: