પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 7 જૂને એક મોટો નિર્ણય લીધો હતો અને રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે તે ઘટીને 5.5 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી RBIએ કુલ 1 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયનો સીધો ફાયદો હોમ લોન લેનારાઓને મળ્યો છે. ત્યારે હવે ઘણી બેંકોએ તેમના વ્યાજ દર ઘટાડ્યા છે જેના કારણે હવે તમારો EMI પહેલા કરતા ઓછો થઈ શકે છે. 

આ 4 બેંકોએ આપી EMIમાં રાહત

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાએ RBIના રેપો રેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપ્યો છે. બેંકે તેનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 50 બેસિસ પોઈન્ટ ઘટાડીને 8.15 ટકા કર્યો છે. બેંક અનુસાર, તેની હોમ લોનનો પ્રારંભિક વ્યાજ દર 8 ટકા છે. જોકે, હાલના ઘટાડા બાદ આ દરો અપડેટ કરવામાં આવ્યા છે કે નહીં તે સ્પષ્ટ નથી.

પંજાબ નેશનલ બેંક 

પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ તેના ગ્રાહકોને રાહત આપી છે. બેંકે તેનો RLLR 8.85 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો છે જે 9 જૂનથી અમલમાં આવશે. PNB એ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. બેંકના જણાવ્યા અનુસાર, હવે PNBમાં હોમ લોનનો પ્રારંભિક વ્યાજ દર ફક્ત 7.45 ટકા રહેશે. તે જ સમયે, વાહન લોન પર વાર્ષિક વ્યાજ દર 7.80 ટકા રહેશે.

બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે બેંકનો RLLR 8.35 ટકા થઈ ગયો છે. આ માહિતી બેંકના એક્સચેન્જ ફાઇલિંગમાંથી બહાર આવી છે. આનાથી લોન લેનારાઓના EMIમાં વધુ ઘટાડો થશે.

યુકો બેંક

યુકો બેંકે પણ તેના ગ્રાહકોને રાહત આપી છે પરંતુ આ વખતે વાત MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ)ની છે. બેંકે MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે 10 જૂનથી અમલમાં આવશે.