- ડુંગળીના ભાવ ઘટાડવા રાહત દરે ડુંગળી વેચવાનો સરકારે કર્યો નિર્ણય
- સરકાર બફર સ્ટોક માટે પાંચ લાખ ટન ડુંગળી ખરદવાની યોજના બનાવી
- ડુંગળીનું ઉત્પાદન વર્ષ-2023-24માં 254.73 લાખ ટન થયું
ડુંગળીના ભાવ નહીં વધે! સરકાર તેના બફર સ્ટોક માટે આ વર્ષે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાની યોજના બનાવી રહી છે. જો ભાવ વધે તો તેને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.) જેવી એજન્સીઓ સરકાર વતી ડુંગળીની ખરીદી કરશે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ગયા વર્ષે પાંચ લાખ ટનનો બફર સ્ટોક બનાવ્યો હતો.
તેમાંથી એક લાખ ટન હજુ ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેના 'બફર સ્ટોક'માંથી રાહત દરે ડુંગળી વેચવાના સરકારના નિર્ણયથી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળી છે. સરકાર આ મહિનાના અંતમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા અંગે નિર્ણય લેશે. આ પ્રતિબંધ 31 માર્ચ સુધી છે. બફર સ્ટોક બનાવવાની સરકારની યોજના 2023-24માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજો વચ્ચે આવી છે.













