• આપની ફાઇનાન્સિયલ સુરક્ષા માટે જાણકારીપૂર્વક નિવેદનો પૂર્ણ કરો

  • ભારતની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં આપનો યોગદાન આપો
  • જોવાનું હાલ સમર્પિત રહો, ભવિષ્યને સંકળાયે પરિપૂર્ણ જાણકારી મેળવવામાં મદદ કરો

ફાઇનાન્સિયલ માર્કેટ્સ કે જે કોઈપણ અર્થતંત્રનું કરોડરજ્જુ છે તે મૂડીગત ફળવણી તથા સંપત્તિ સર્જનની સુવિધા પ્રદાન કરે છે. જોકે, તે ખાસ કરીને ભારત જેવા ઝડપભેર ડિજીટલ થઈ રહેલા ભારતમાં છેતરપિંડી આચરનાર માટે એક ઉપજાઉ જમીન પણ છે. તાજેતરના વર્ષોમાં મોટી સંખ્યામાં ગેરરીતિના કિસ્સા ધ્યાનમાં આવ્યા છે તેમણે રોકાણકારોના વિશ્વાસને ડગમગાવી દીધો છે અને સમગ્ર વ્યવસ્થાની ઈન્ટીગ્રિટીને લઈ પ્રશ્નો સર્જી રહ્યા છે. ગેરરીતિ આચરનારાઓએ પોતાના ચાલક પૂર્વવર્તિયોની માફ્ક આ ડિજિટલ યુગમાં જે કેટલીક નબળાઈ રહેલી છે તેનો લાભ ઉઠાવવા સતત તેમની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ભૂતકાળથી તદ્દન વિપરીત જ્યારે હેરાફેરી ફેન કોલ અને કાગળ કે દસ્તાવેજો પર આધારિત હતી, જેમ કે હર્ષદ મેહતાએ આચરી હતી તેવી રીતે આધુનિક ગેરરીતિઓ રોકાણકારો સાથે છેતરપિંડી આચરવા અને હેરાફેરી કરવા માટે સાઈબર ટેકનોલોજીનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ઓનલાઈન હેરાફેરી ઉપરાંત અનેક પ્રકારના આર્થિક કૌભાંડો ભારતના રોકાણ સંબંધિત સ્થિતિને અસર કરી રહ્યાં છે. પોંઝી સ્કીમ્સે લોકોને અસાધારણ વળતર અને ઓછામાં ઓછા જોખમોની લાલચ આપી છે, જોકે જ્યારે નવા રોકાણકારોની સંખ્યા ઘટવા લાગી તો તેને લીધે મોટી સંખ્યામાં લોકોને ભારે સહન કરવું પડયું છે.

પમ્પ-એન્ડ-ડમ્પ સ્કેમ્સમાં ગેરમાર્ગે દોરતી માહિતીના માધ્યમથી શેરની કિંમતોને કૃત્રિમ રીતે વધારવામાં આવે છે, જેથી ગેરરીતિઓ આચરનારાનો ફ્ુગ્ગો ફ્ૂટી જાય તે અગાઉ વધેલી કિંમતો પર રોકાણ પાછા ખેંચી લેવાની તક મળી જાય છે, અને અન્ય રોકાણકારોને ભારે નુકસાન ઉઠાવવું પડે છે.

ઈનસાઈડર ટ્રેડિંગ કે જેમાં વ્યક્તિ પોતાના અંગત લાભ માટે જાહેરમાં માહિતી ન હોય તે મેળવે છે અને આ રીતે બજારની નિષ્પક્ષતાને ખતમ કરી દે છે. ફ્રન્ટ-રનિંગમાં બ્રોકર અથવા સલાહકાર પોતાના ગ્રાહકોની અગાઉ નફે મેળવવા માટે આગામી મોટા ટ્રેડ એટલે કે વ્યવહારો કરવા માટે પોતાની પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરે છે. રોકાણ છેતરપિંડીએ એક વ્યાપક શ્રેણી છે, જેમાં લાઈસન્સ નહીં ધરાવતા એડવાઈઝર, ખોટી રોકાણ તકો, અને ઓનલાઈન કૌભાંડનો સમાવેશ થાય છે. ભારતમાં સૌથી લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ પણ ગેરરીતિ ધરાવતી સ્થિતિને ઝપટમાં છે, જ્યાં ગેરરીતિ આચરનારાઓ પૈસાની ચોરી કરવા માટે ખોટી રીતે કેશબેક ઓફર અથવા છેતરપિંડીયુક્ત ક્યુઆર કોડ સાથે ફિશિંગ હુમલાનો ઉપયોગ કરે છે.

 અવાસ્તવિક વચનો

ખૂબ જ ઓછા જોખમ સાથે ઊંચા વળતરની ખાતરી આપે તેવા રોકાણોને ટાળો. આ પ્રકારની ગેરરીતિઓમાં અવાર-નવાર 5-20 ટકા જેટલા માસિક વળતરની ઓફર સાથે સૂચનો કરતાં હોય છે. તેને બદલે સાતત્યપૂર્ણ અને વ્યાજબી વૃદ્ધિના ઉદ્દેશનો આગ્રહ રાખો, જે સામાન્ય રીતે પ્રતિ માસ 1-2 ટકા હોય છે.

દસ્તાવેજોની યોગ્ય ખરાઈ કરવી । રોકાણ સંબંધિત સલાહ મેળવતી વખતે હંમેશા સેબી (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઈન્ડિયા) અથવા આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ્ ઈન્ડિયા)ના લાઈસન્સ સાથે તપાસ કરો. પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ પ્રકારની માહિતી પૂરી પાડવા માટે તૈયારી દર્શાવતી હોય છે.

મજબૂત અને ખાસ પાસવર્ડ

 લેટર્સ, નંબર અને સિમ્બોલ્સના યોગ્ય મિશ્રાણ સાથે પાસવર્ડનો ઉપયોગ કરો.

સરળતાથી માહિતી મેળવી શકાય જેમ કે જન્મ દિવસ અથવા નામો વગેરેને ટાળો.

 વ્યક્તિગત અને નાણાકીય માહિતીનું રક્ષણ કરો

 તમારા દ્વારા કોઈ સંપofની પહેલ ન હોય ત્યા સુધી કોઈપણ પ્રકારની સંવેદનશીલ માહિતી ક્યારેય કોઈને આપશો નહીં.

 બિનઅધિકૃત પ્રવૃત્તિ માટે સતત ક્રેડિટ રિપોર્ટ્સ અને નાણાકીય બાબત સાથે સંકળાયેલ દસ્તાવેજો પર નજર રાખો.

 સેબી અને RBIના લાઈસન્સ તથા રજિસ્ટ્રેશનને તપાસો.

 વિશ્વાસપાત્ર સમિક્ષા મારફ્તે નાણાકીય સંસ્થાઓની પ્રતિષ્ઠા અંગે યોગ્ય રિસર્ચ કરો.

 માહિતીથી વાકેફ્ રહો, જાગૃત રહો

 ઓર્ફ્સની સંપૂર્ણ ખાતરી કરો

 રોકાણ અંગે સતત રિસર્ચ એટલે કે તપાસ કરતાં રહો. કંપનીની ઓનલાઈન તપાસ કરો.


  • Follow us on: