- નાફેડ પ્રથમવાર પ્રાઈવેટ રિટેલરના માધ્યમથી ચણા દાળ વેચશે
- બજારની સરખામણી 40 ટકાથી વધુ સસ્તી ભારત ચણા દાળનો ભાવ હશે
- નાફેડ ભારતની એકમાત્ર એજન્સી છે જેની પાસે ચણાનો સ્ટોક છે
સરકારી એજન્સી નાફેડ પ્રથમવાર સરકારી સબસિડી ધરાવતા અનાજને પ્રાઈવેટ રિટેલરના માધ્યમથી ગ્રાહકોને પહોંચાડશે. આ માટે રિલાયંસ રિટેલ અને બિગ બાસ્કેટ પ્લેટફોર્મ પર ભારત દાળ બ્રાંડ હેઠળ સબસિડીયુક્ત દાળનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત ચણા, દાળ આ રિટેલર દ્વારા વેચાતી સૌથી ઓછી કીંમતની દાળ પણ 40 ટકાથી વધુ સસ્તી છે. જલ્દી જ પ્રાઈવેટ રિટેલરના માધ્યમથી ભારત આટાનું વેચાણ શરૂ કરવાનું પણ આયોજન છે. દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયંસ રિટેલ ભારત અને એશિયાના સૌથી મોટા ધનવાન મુકેશ અંબાણીની કંપની છે જ્યારે બિગ બાસ્કેટના માલિકનો હક્ક ટાટા ડિજિટલ પાસે છે.
નાફેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રિલાયન્સે ઑક્ટોબરના અંત સુધી ભારત દાળનું વેચાણ શરૂ કરી દીધું છે. જેને અત્યાર સુધી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલાયન્સના કેટલાક સ્ટોર પર ભારત દાળનું વેચાણ ત્યાં થનાર ચણા દાળના કુલ વેચાણના આશરે 50 ટકા છે. મળતી માહિતી પ્રમાણે સબસિડીયુક્ત ચણાદાળને લીધે સ્ટોર પર હાલ પ્રાઈવેટ લેબલ ધરાવતી દાળના વેચાણમાં સમસ્યા આવી રહી છે. પરંતુ સરકારી દબાણને લીધે ખાનગી રિટેલર ભારત દાળના વેચાણ પર એકમત થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે ભારત ચણા, દાળનું વેચાણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સૌથી વધુ થઈ રહ્યું છે. જ્યાં નાફેડ ભારત દાળને પ્રોસેસ્ડ કરવામાં આવી રહી છે. ભારત દાળ અને પ્રાઈવેટ લેબલ દાળની ગુણવત્તામાં વધુ અંતર નથી. કારણ કે, બંનેને નાફેડથી ચણા મળતા હોય છે. નાફેડ ભારતની એકમાત્ર એજન્સી છે જેની પાસે ચણાનો સ્ટોક છે.










