હર્ષ ગોયેન્કાએ ટ્વીટ કર્યો વિડીયો
જાણીતા ઉદ્યોગપતિ અને RPG ઇન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયેન્કાએ પોતાના ટ્વીર હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં રતન ટાટા VS ફોર્ડ કંપનીની રસપ્રદ સ્ટોરી કહેવામાં આવી છે. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે 90ના દશકમાં કેવી રીતે ટાટા મોટર્સ (Tata Motors)એ પોતાની કાર ડિવીઝનને વેચવા માટે Ford કંપની સાથે વાત કરી અને લક્ઝરી કાર નિર્માતા કંપનીના માલિકે કેવી રીતે તેમનું અપમાન કર્યું હતું. ત્યારબાદ, Ratan Tataએ કાર ડિવીઝનને વેચવાનો નિર્ણય બદલી દીધો અને ફોર્ડને એવો પાઠ ભણાવ્યો કે આજે Tata Moters કાર ડિવીઝનમાં કરોડોની કમાણી કરી રહી છે તો Ford માંડ માંડ પોતાનો ખર્ચો કાઢી રહી છે.

આ રીતે કર્યું હતું રતન ટાટાનું અપમાન
Harsh Goenka એ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે 'Ratan Tataની પ્રતિક્રિયા જયારે Ford દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા.' આ વિડીયોને જોઇને જ ખ્યાલ આવી જાય છે કે 90ના દશકમાં રતન ટાટાએ ટાટા મોટર્સ દ્વારા ટાટા ઈન્ડીકા કાર લોન્ચ કરી હતી. પરંતુ તેમનું આ લોન્ચિગ ફેઈલ ગયું હતું અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી એટલે તેમણે તેમની કાર ડિવીઝન વેચવાનો નિર્ણય કર્યો હતો. તેના માટે વર્ષ 1999માં ફોર્ડ મોટર્સના ચેરમેન Bill Ford સાથે સોદો કરવા માટે વાત કરી હતી.

બસ, અહીંથી શરૂ થઇ, બદલાની એક એવી વાર્તા જે આજે એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત બની ગયું. વાસ્તવમાં, અમેરિકામાં બિલ ફોર્ડે આ સોદાને લઈને રતન ટાટાની મજાક ઉડાવી હતી અને તેમનું અપમાન કરતા કહ્યું હતું કે, 'તું કઈંજ નથી જાણતો, તે કેમ પેસેન્જર કાર ડિવીઝન કેમ શરૂ કર્યું?' તેમણે આગળ કહ્યું હતું કે હું તારી સાથે આ ડીલ કરીશ તો તારી ઉપર આ સૌથી મોટું અહેસાન હશે.'

9 વર્ષમાં ટાટા મોટર્સ આજે કાર બિઝનેસમાં આસમાને
અમેરિકામાં થયેલ આ અપમાન બાદ પણ રતન તાત્તા શાંત રહ્યા અને તેમણે કોઈ જ ત્વરિત પ્રતિક્રિયા ન આપી. જોકે, તેમણે તે સમયે જ નિર્ણય કરી લીધો હતો કે તે Tata Motorsનું કાર ડિવીઝન નહી વેચે અને તે જ રાત્રે રતન ટાટા મુંબઈ પરત ફરી ગયા હતા. તેમણે આ અપમાનને લઈને ક્યાય પણ કોઈ જ ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ પોતાનું બધું જ ધ્યાન કંપનીના કાર ડિવીઝનને ટોચ પર પહોંચાડવા માટે લગાવી દીધું. આખરે તેમની મહેનત સફળ થઇ અને લગભગ 9 વર્ષ બાદ એટલે કે 2008માં તેમની ટાટા મોટર્સ દુનિયાભરના માર્કેટમાં છવાઈ ગઈ હતી અને કંપનીની કાર્સ બેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોપ પર આવી ગઈ હતી.
Bill Ford એ આવવું પડ્યું હતું મુંબઈ
એક તરફ જ્યાં ટાટા મોટર્સ રતન ટાટાના નેતૃત્વમાં આસમાની ઊંચાઈ ફતેહ કરી ચુકી હતી તો બીજી બાજુ બિલ ફોર્ડની ફોર્ડ મોટર્સની હાલત ખરાબ થઇ ચુકી હતી. ડૂબતી ફોર્ડ કંપનીને બચાવવા માટે રતન ટાટા આગળ આવ્યા. પરંતુ આ તેમનો બદલો લેવાની એક રીત માત્ર હતી.
વાસ્તવમાં, ફોર્ડ કંપની જયારે નુકશાન કરી હતી ત્યારે 2008માં જ ટાટા ચેરમેન રતન ટાટાએ ચેરમેન બિલ ફોર્ડને તેમની કંપનીની સૌથી પોપ્યુલર જેગુઆર અબે લેન્ડ રોવર બ્રાંડ ખરીદવાની ઓફર કરી દીધી. આ સોદો કરવા માટે રતન ટાટાએ અમેરિકા નહોતું નવું પડ્યું. પરંતુ તેમનું અપમાન કરનાર બિલ ફોર્ડે સામે ચાલીને પોતાની ટીમ સાથે મુંબઈ આવવું પડ્યું હતું.
ફોર્ડ ચેરમેનએ કહ્યું: તમે અમારા પર ઉપકાર કરી રહ્યા છો
મુંબઈમાં રતન ટાટાની ઓફરનો સ્વીકાર કરતા બિલ ફોર્ડના સૂર જ બદલાઈ ચુક્યા હતા. ટાટા મોટર્સની કાર ડિવીઝનના સોદા સમયે તેમણે રતન ટાટાને જે કહ્યું હતું તેનું ફરીથી પુનરાવર્તન કર્યું હતું. ફોર્ડ ચેરમેને મીટીંગ દરમિયાન રતન ટાટાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે 'તમે જેગુઆર અને લેન્ડ રોવર સીરીઝ ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો.'
આજે જેગુઆર અને લેન્ડ રોવર કાર ટાટા મોટર્સની સૌથી સફળ અને બેસ્ટ સેલિંગ મોડલ્સ માંથી એક છે. રતન ટાટાના બદલાની આ વાર્તા કહેતા હર્ષ ગોયેન્કા દ્વારા શેર કરવામાં આવેલ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.