- ભારતની સૌથી મોંઘી કેરી દેશના મધ્યમાં એટલે કે મધ્યપ્રદેશમાં ઉગાડવામાં આવે
- નૂરજહાં કેરી એમપી સિવાય આખા દેશમાં ક્યાંય જોવા મળતી નથી
- આ જાતની એક કેરીની કિંમત 1,200 રૂપિયા છે
ઉનાળની સિઝન આવતા જ કેરી શરૂ થઈ જાય છે અને બજારમાં પણ કેરીની વિવિધ જાતો આવે છે. કેરીના અલગ-અલગ ભાવ હોય છે. કેટલીક કેરી 100 રૂપિયાની કિલો તો કેટલીક 200 રૂપિયાના પ્રતિ કિલોના ભાવે વેચાય છે. દેશ અને દુનિયામાં કેરીની અનેક જાતો છે. મોટાભાગે કેસર કરી, અને હાપુસ ભારતમાં સૌથી પ્રખ્યાત છે. આ સિવાય બદામ, દશેરી, તોતપરી અને લંગરા સહિતની કેરીની અનેક જાતો છે. પરંતુ ભારતની સૌથી મોંઘી કેરી અંગે તમે નહીં જાણતા હોય. સૌથી નવાઈની વાત એ છે કે કેરીની આ વિવિધતાના માત્ર 3 જ વૃક્ષો છે તેથી તે મોંઘી હોવા ઉપરાંત એક દુર્લભ અને અનોખી કેરી પણ છે. જો તમે તેની કિંમત વિશે સાંભળશો તો તમે ચોંકી જશો.
ભારતની આ સૌથી મોંઘી કેરી દેશના મધ્યમાં એટલે કે મધ્યપ્રદેશમાં ઉગાડવામાં આવે છે. આ કેરી એક કિલોના ભાવે વેચાતી નથી. આ જાતની એક કેરીની કિંમત 1,200 રૂપિયા છે. આ ખાસ કેરી એમપીના અલીરાજપુરમાં ઉગાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે અહીં આ કેરીના માત્ર 3 જ વૃક્ષો છે.
ગયા વર્ષે ભોપાલમાં આયોજિત મેંગો ફેસ્ટિવલમાં કેરીની ઘણી જાતો રાખવામાં આવી હતી. જેમાં સુંદરજા, ચૌસા, લંગરા, દશેરી, મલ્લિકા અને આમ્રપાલી કેરીનો સમાવેશ થાય છે. આ જ પ્રદર્શનમાં અલીરાજપુરમાં ઉગાડવામાં આવેલી નૂરજહાં કેરીને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે આ કેરીનું વજન 2 કિલો છે. આ કેરીનું નામ નૂરજહાં છે. આ કેરી માત્ર મધ્યપ્રદેશની જ નથી પરંતુ દેશની એક અનોખી કેરી છે.
આંબાના ઝાડ અફઘાનિસ્તાનથી આવ્યા હતા
નૂરજહાં કેરી એમપી સિવાય આખા દેશમાં ક્યાંય જોવા મળતી નથી. આ કેરીના ઉત્પાદક જણાવ્યું હતું કે અમે વર્ષમાં માત્ર 100 કેરીનું ઉત્પાદન કરીએ છીએ. મુંબઈ અને દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાંથી આ કેરી ખરીદવાની માંગ છે. નૂરજહાં કેરી અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી હતી.
વર્ષ 1577થી 1645 દરમિયાન જ્યારે તેને ભારતમાં લાવવામાં આવી ત્યારે આ કેરીનું નામ મલ્લિકા નૂરજહાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કેરીના કેટલાક રોપા મધ્યપ્રદેશના અલીરાજપુર લાવવામાં આવ્યા હતા. ત્યારથી અહીં નૂરજહાં કેરીનું ઉત્પાદન શરૂ કર્યું. આખા દેશમાં માત્ર ત્રણ નૂરજહાં જાતના કેરીના ઝાડ બચ્યા છે.