• IPO પહેલા આ કંપનીમાં થશે છટણી
  • કંપની જલ્દી પોતાના સાત ટકા વર્કફોર્સની છટણી કરશે
  • ઓનલાઈન ફુડ કંપનીમાં સામૂહિક છટણી થશે

એક અહેવાલ મુજબ, હાલમાં એક ઓનલાઈન ફુડ કંપની તેના કર્મચારીઓના 7 ટકા એટલે કે 400 કર્મચારીઓને બહાર નીકાળી શકે છે. કંપનીએ વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગ હેઠળ આ છટણીનો નિર્ણય લીધો છે. અગાઉ, સ્વિગીએ જાન્યુઆરી 2023માં 380 કર્મચારીઓની છટણી કરી હતી. આવી સ્થિતિમાં, કંપની એક વર્ષમાં બીજી વખત છટણી કરી શકે છે. સ્વિગી કંપની છટણી કરીને તેના ખર્ચને ઘટાડવાનો પ્રયાસો કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, હાલમાં 6000 લોકો સ્વિગીમાં પેરોલ પર છે. તેમાંથી છટણીની સૌથી વધુ અસર ટેક અને ઓપરેશન ટીમમાં કામ કરતા લોકો પર પડશે. કંપનીએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આનાથી કુલ 7 ટકા કર્મચારીઓને અસર થશે.

સ્વિગીએ તેની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો હોવાના અહેવાલો 

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે સ્વિગીએ તેના કેટલાક વિશેષ શ્રેણીના ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે, તેને 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે એટલે કે પ્લેટફોર્મ ચાર્જ બમણો કરવામાં આવ્યો છે. જો કે, કંપની તરફથી એક નિવેદન પણ આવ્યું હતું કે આ પ્રયોગના આધારે છે અને જરૂરી નથી કે તે દરેક પર લાગુ કરવામાં આવે.

આઈપીઓ લાવતા પહેલા કંપનીમાં છટણી

ફુડ ડિલિવરી કંપની સ્વિગી ઘણા લાંબા સમયથી આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આમ છતાં કંપનીએ હજી સુધી આની તારીખની કોઈ સ્પ્ષ્ટતા નથી કરી. રિપોર્ટ પ્રમાણે કંપની આઈપીઓ લાવતા પહેલા પોતાના ખર્ચને ઓછો કરવા કાપનો પ્રયાસ કરી કરી છે. જેનાથી તે પોતાના નુકસાનને ઓછો કરી શકે. કંપની જલ્દી જ પોતાના નુકસાનને ઓછો કરી સેબીની પાસે આઈપીઓના ડ્રાફ્ટ પેપર જમા કરવાની તૈયારી કરી રહી છે. આની પહેલા સ્વિગીની મુખ્ય હરિફ જોમેટો વર્ષ-2021માં પોતાનો આઈપીઓ લાવી હતી.


  • Follow us on: