- એક સમયે પાંચ રૂપિયામાં મજૂરી કરતી હતી જ્યોતિ રેડ્ડી
- અમેરિકામાં રહીને જ્યોતિ રેડ્ડી બિઝનેસ સંભાળી રહી છે
- વર્ષ-2001માં જ્યોતિ રેડ્ડીએ અમેરિકામાં કન્સલ્ટિંગ ફર્મ શરૂ કરી હતી
તેલંગાણામાં રહેતી જ્યોતિ રેડ્ડી નામની મહિલાને એક સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યોતિના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. એક સમય એવો હતો જ્યારે લગ્ન પછી ઘરનો ખર્ચો કાઢવા માટે તેને ખેતરોમાં મજૂરી કરવી પડતી હતી. આ સમયગાળા દરમિયાન તેને રોજના માત્ર 5 રૂપિયા મળતા હતા.
એવું કહેવાય છે કે જો કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે જે તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધે છે. તેલંગાણાના વારંગલની રહેવાસી જ્યોતિ રેડ્ડીએ કંઈક આવું જ કર્યું છે. એક સમય હતો જ્યારે તે બાળપણમાં ઉઘાડા પગે શાળાએ જતી હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી.
કેટલીકવાર એન એક ટંકનું જમવાનું પણ મળતું ન હતું. પરંતુ આજે જ્યોતિ અમેરિકામાં રહીને પોતાનો બિઝનેસ કરે છે. તે અમેરિકામાં ખાની કંપનીના CEO છે. જ્યોતિની કંપનીની ઓફિસ ફોનિક્સમાં છે. આજે તેમની કંપનીની કિંમત 15 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ એક અબજ રૂપિયાથી વધુ છે. જ્યોતિએ આજે એક દાખલો બેસાડ્યો છે. તેણે બતાવ્યું કે જો તમારામાં કંઈક કરવાનો સંકલ્પ હોય તો કંઈપણ મુશ્કેલ નથી. ચાલો તમને જણાવીએ કે જ્યોતિએ આટલી સફળતા કેવી રીતે મેળવી.










