- ચીનમાં 100 અબજોપતિ રહે છે અને તે પહેલા નંબરે
- બીજા નંબરે અમેરિકાનું ન્યૂયોર્ક સિટીમાં 89 અબજોપતિ છે
- ભારતનું મુંબઈ 8મા નંબરે, અહીં અબજોપતિની સંખ્યા 48
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ટોપ 10 શહેરોના લિસ્ટનો એક આંકડો જાહેર કર્યો છે. તેમાં ચીનના એક શહેરમાં સૌથી વધુ અબજપતિ રહે છે. આ પછી અમેરિકાનો નંબર છે. દુનિયામાં આર્થિક મંદીની આશંકાની વચ્ચે વિશ્વભરમાં અમીરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં અબજોપતિની સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટ અનુસાર દુનિયાના ટોપ 10 દેશના નામ જાહેર કરાયા છે જ્યાં સૌથી વધુ અબજોપતિ રહે છે. આ લિસ્ટમાં ભારત પણ સામેલ છે પણ તેનો નંબર 8મો છે.
નંબર 1 પર ચીન
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના અનુસાર આ લિસ્ટમાં ચીનનું એક શહેર ટોપ પર છે. અમેરિકાના 2 શહેર આ લિસ્ટમાં સામેલ છે. તો ભારતનું મુંબઈ શહેર અબજોપતિના લિસ્ટમાં 8મા નંબરે છે.
ચીન અને અમેરિકા આસપાસ
રિપોર્ટ અનુસાર ચીનનું બેઈજિંગ શહેર સૌથી ઉપર છે. ચીનની રાજધાની બિજિંગમાં 2.30 કરોડથી વધુ લોકો રહે છે અને તેમાં અબજોપતિની સંખ્યા 100 છે. અન્ય નંબરે અમેરિકાનું ન્યૂયોર્ક સિટી છે. અહીં 84.7 લાખની વસ્તી છે અને તેમાં અબજોપતિની સંખ્યા 99 છે.
ચીનના 3 વધુ શહેર છે સામેલ
દુનિયાના ટોપ 10 અબજોપતિના શહેરના લિસ્ટમાં હોંગકોંગનો નંબર ત્રીજો છે. અહીં 80 અબજોપતિ રહે છે. ચોથા સ્થાને મોસ્કોનું નામ છે અને અહીં 79 લોકો રહે છે. આ પછી ચીનના 3 અન્ય શહેર આવે છે. પાંચમા નંબરે Shenzhen છે અહીં 68 અબજોપતિ રહે છે, છઠ્ઠા નંબરે શાંઘાઈ છે અહીં 64 અબજોપતિના નામ છે. ચીનનું એક અન્ય શહેર Hangzhou છે તે 47 અબજોપતિ સાથે 10મા નંબરે છે.
બ્રિટન અને ભારતના શહેરની જાણો સ્થિતિ
ચીનના 2 શહેરો બાદ બ્રિટનનું શહેર લંડન 63 અબજોપતિની સાથે આ લિસ્ટમાં 7મા નંબરે છે. આ પછી ભારતનું મુંબઈ 8મા નંબરે છે. અહીં 48 અબજોપતિ રહે છે. ભારતની સાથે યૂએસનું સેન ફ્રાન્સિસ્કો 48 અબજોપતિની સાથે 8મા નંબરે છે.
ચીન અને યૂએસમાં સૌથી વધુ અબજોપતિ
World of Statisticsના લિસ્ટમાં ચીન અને અમેરિકા મોખરે છે. અહીં યૂએસના 2 શહેર છે તો ચીનના 4 શહેર છે. આ 4 શહેરોમાં ચીનની પાસે 279 અબજોપતિ છે. જ્યારે યૂએસના 2 શહેરોમાં 147 અબજપતિ રહે છે.