ટપરવેયર કિચનવેયર આઈટમ બનાવવા માટે જાણીતી છે. કંપનીના લંચ બોક્સ, પાણીની બોટલ અને બીજી આઈટમ ઘણી વપરાસ કરવામાં આવે છે. ઉપરાંત કિચનનો સામાન રાખવા માટે કંપનીના એરટાઈટ પ્લાસ્ટિક કંટેનર લગભગ દરેક ઘરમાં મળી રહે છે. પરંતુ હવે કંપની હરિફાઈમાં પાછળ રહી છે. કંપની ઉપર 70 કરોડ ડોલર એટલે કે, આશરે 5860 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. વેચાણમાં ઘટાડો આવતા દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેલી આ કંપની પોતાની બીજી કંપનીઓ સાથે અમેરિકામાં દેવાદાર માટે અરજી કરી છે.


વેચાણ ઉપર અસર પડી

ટપરવેયર અમેરિકી કંપની છે. આનો પ્રારંભ વર્ષ-1946માં થઈ હતી. કિચનમાં વપરાચા પ્લાસ્ટિકના રંગબેરંગી વાસણો માટે ટપરવેયર એક લોકપ્રિય બ્રાંડ રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આની પ્રોડક્ટ મળે છે. ગત કેટલાક વર્ષોમાં આ કંપનીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. કંપનીના અધ્યક્ષ અને સીઈઓએ જણાવ્યું કે, ગત ઘણા વર્ષોમાં કંપનીની નાણાકીય સ્થિથિ ખૂબ ખરાબ છે. આનાથી કંપનીની નાણાકીય સ્થિતિ પર ખૂબ ખરાબ અસર થઈ છે.

કાચા માલના ખર્ચે વધારી સમસ્યા

કોરોના કાળ પછી પ્લાસ્ટિક રેજિન જેવા ઘણા જરૂરી કાચા માલના ખર્ચામાં ઉછાળો આવ્યો હતો. ઉપરાંત કંપનીમાં કામ કરનાર લોકોની મજૂરી પણ વધી ગઈ હતી. આ ઉપરાંત માલ પરિવહનનો ખર્ચમામાં પણ વૃદ્ધિ આ ચીજોને કંપનીના માર્જિનને ઘણું ઓછું કરી દીધું હતું. કંપનીને નુકસાન થતું ચાલ્યું ગયું હતું. ઓગસ્ટમાં કંપનીએ કહ્યું હતું કે તેને રોકડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કંપનીએ પોતાના રોકાણકારોને પણ આની જાણકારી આપી હતી કે કંપની પર ભારે દેવું છે, આનાથી તેને કારોબાર ચલાવવા સમસ્યા નડી રહી છે.

કંપની પર કેટલું દેવું ?

કંપનીએ અમેરિકી કોર્ટમાં દેવાદાર થવા અંગે અરજી કરી છે. કંપનીએ ગત વર્ષે જ આના સંકેત આપી દીધા હતા. તે ફંડ એકઠું ન કરી શકતા દેવાદાર થઈ શકે છે. કંપની ઉપર 70 કરોડ ડોલર એટલે કે, 5860 કરોડ રૂપિયાનું દેવું છે. રિપોર્ટ અનુસાર નાદારીની તૈયારી લોન આપનારની સાથે થયેલી લાંબી વાતચીત પછી શરૂ થઈ.

  • Follow us on: