• સબ્સક્રિપ્શન સર્વિસના આધારે બ્લૂ ટિક, 1080p વીડિયો પોસ્ટિંગ અને એડનું એક્સેસ મળશે
  • ટ્વિટરના વેબ યૂઝર્સે દર મહિને 8 ડોલરના આધારે પેમેન્ટ કરવું પડશે
  • બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસમાં આઈઓએસ યૂઝર્સે 11 ડોલર દર મહિને ભરવાના રહેશે
ટ્વિટરની સબ્સક્રિપ્શન સર્વિસ ‘Twitter Blue’ આજે રીલોન્ચ માટે તૈયાર છે. કંપનીએ ઓફિશિયલ ટ્વિટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. સબ્સક્રિપ્શન સર્વિસના આધારે યૂઝર્સને બ્લૂ ટિક, 1080p વીડિયો પોસ્ટિંગ અને એડનું એક્સેસ મળશે. કંપનીએ ટ્વિટ કરીને કહ્યું કે આ સર્વિસ માટે ટ્વિટરના વેબ યૂઝર્સને 8 ડોલર પ્રતિ મહિનાના આધારે પેમેન્ટ કરવાનું રહેશે. આ સાથે આઈઓએસ યૂઝર્સને માટે આ કિંમત 11 ડોલર પ્રતિ મહિનો રાખવામાં આવી છે.

જાણો એકાઉન્ટ વેરિફિકેશન માટેના કલર્સ વિશે
ટ્વિટર યૂઝર્સને આ સર્વિસના સબ્સક્રિપ્શન લીધા બાદ એકાઉન્ટ વેરિફિકેશનને માટે બ્લૂ ચેક માર્ક મળશે. સાથે તે ટ્વિટ એડિટ કરવા, 1080 પિક્સલનો વીડિયો સબમિટ કરવામાં સક્ષમ રહેશે. સાથે જ જાણી લો કે સરકારી ટ્વિટર હેન્ડલને માટે ચેક માર્ક ગ્રે કલર અને બિઝનેસ માટે ગોલ્ડ કલરનો રહેશે.

 

iOSને માટે વધુ કિંમત શા માટે
હાલમાં કંપનીએ આ વાત માટે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી પણ વેબની સરખામણીએ આઈઓએસ યુઝર્સને વધારે પેમેન્ટ કરવાનું રહેશે. માનવામાં આવે છે કે એપલ એપ સ્ટોર કમિશન વધારે હોવાના કારણે ટ્વિટર, આઈઓએસ યૂઝર્સથી 3 ડોલર વધારે ચાર્જ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં ટ્વિટર બ્લૂની શરૂઆત થઈ પણ ફેક એકાઉન્ટની સંખ્યા વધવાના કારણે તેને બંધ કરી દેવાયું હતું. આ પછી તેને 29 નવેમ્બરે ફરીથી લોન્ચ કરવાની વાાત સામે આવી પણ કોઈ કારણે તેને આગળ વધારી દેવાયું હતું.

આ ફેરફાર પણ આવશે
ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટર પર એક અન્ય મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. મસ્કે હાલમાં કન્ફર્મ કર્યું કે ટ્વિટર કેરેક્ટર લિમિટને 280થી વધારીને 4000 કરવા માટે તૈયાર છે. જ્યારે એલન ઓબારે નામના એક યૂઝરે મસ્કને પૂછ્યું કે શું ટ્વિટરે કેરેક્ટર લિમિટને 280થી વધારીને 4000 કરી દીધી છે તો તેની પર એલન મસ્કે હામાં જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પ્લેટફોર્મ પર ફક્ત 140 કેરેક્ટરની લિમિટ હતી. ટ્વિિટરે 8 નવેમ્બર 2017એ કેરેક્ટર લિમિટને 140થી 280 કેરેક્ટર સુધી એટલે કે ડબલ કરી હતી.  
  • Follow us on: