- મસ્કની ફ્રીમાં એડિટ બટન ફીચર આપવાની વિચારણા
- આ એક મોટો ફેરફાર હોઈ શકે છે
- જલ્દી જ કંપની બ્લૂ ટિકને માટે ચાર્જ કરશે
Elon Muskએ જ્યારથી Twitter ખરીદ્યું છે ત્યારથી તેમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ માટે કંપનીના નવા માલિક એલન મસ્કે સ્પષ્ટતા કરી છે. એવું નથી કે મસ્ક ફક્ત ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. કંપની એક જરૂરી ફીચર ફ્રીમાં રોલઆઉટ કરવાવાળી છે. Bloombergના રિપોર્ટમાં કહેવાયું છે કે તમામ યૂઝર્સને ફ્રીમાં એડિટ બટનનું ફીચર મળી શકે છે. મસ્કે આવતા પહેલાં કંપની માટે ચાર્જ લેવાનું પ્લાનિંગ કરી ચૂકી હતી. પણ નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ફીચર ફ્રીમાં મળશે.
7 નવેમ્બરથી મળી શકે છે ફીચર
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ફીચર માટે યૂઝર્સે વધારે રાહ જોવાની રહેશે નહીં. ટ્વિટ એડિટ ફીચરને 7 નવેમ્બરથી તમામ માટે જાહેર કરી શકાય છે. એવું થશે તો મસ્કના ટ્વિટર હેડ બન્યા બાદ તે મોટો ફેરફાર પ્લેટફોર્મ પર જોવા મળી શકે છે. હાલમાં ટ્વિટર એડિટ બટનને સિલેક્ટેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. આ ફીચરનો ઉપયોગ હાલમાં બ્લૂ સબ્સક્રિપ્શન યૂઝર્સ કરી શકે છે. આ સબ્સ્ક્રીપ્શન ઘણા ઓછા દેશમાં ઉપલબ્ધ છે. એવામાં પ્રીમિયમ ફીચરને મસ્ક તમામ માટે ફ્રી બનાવી શકે છે. તેને લઈને જો કે મસ્કે કોઈ જાણકારી શેર કરી નથી પણ તેઓએ ટ્વિટર બ્લૂ સબ્સક્રાઈબર્સને મળનારા ફીચર્સને વિશે જાણકારી આપી છે. એવામાં એડિટ બટન ન હતું. આ ફીચરને ફ્રીમાં કંપની જાહેર કરી શકે છે. ટ્વિટર બ્લૂ સબ્સક્રીપ્શનને લઈને મસ્કે કહ્યું કે યૂઝરે 8 ડોલર સુધી ખર્ચ કરવો પડી શકે છે. આ ફીચરની સાથે યૂઝર્સને બ્લૂ ટિક વેરિફિકેશન ટેગ પણ મળશે. દરેક દેશના આધારે તેની કિંમત અલગ અલગ હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં સબસ્ક્રીપ્શન ચાર્જ 199 રૂપિયાથી લઈને 399 રૂપિયા સુધી હોઈ શકે છે.









