• Twitterના UIને ચેન્જ કરશે
  • યૂઝર્સને રેકમેંડેડ અને ફોલો ટ્વિટની વચ્ચે સ્વાઈપ કરવાનું ઓપ્શન મળશે
  • કંપની બુકમાર્ક ફીચરને પણ કરશે ઈમ્પ્રૂવ
હવે તમને Twitter UIમાં જલ્દી મોટો ફેરફાર જોવા મળશે. તેની જાહેરાત ટ્વિટરના નવા માલિક Elon Muskએ કરી છે. Elon Muskએ નવા ફીચર્સને વિશે જાણકારી આપીછે. તેનાથી યૂઝર્સ લોન્ગ ટર્મ ફોર્મ ટ્વીટ કરી શકશે. આ સિવાય યૂઆઈમાં નવા ફેરફારથી પણ યૂઝર્સને સારો એક્સપીરિયન્સ મળશે. Elon Musk Twitterમાં વધુ એક ફેરફાર કરી રહ્યા છે. તે Twitterના UIને ચેન્જ કરશે. તેને લઈને કહેવાઈ રહ્યું છે કે યૂઝર્સને વધારે સારો એપ એક્સપીરિયન્સ મળશે. ટ્વિટર યૂઝર્સને અનેક ફેરફાર આવનારા દિવસોમાં જોવા મળશે.

યૂઝર્સને શું મળશે
કંપની યૂઝર્સને રેકમેંડેડ અને ફોલો ટ્વિટની વચ્ચે સ્વાઈપ કરવાનું ઓપ્શન આપશે. તેનાથી યૂઝર્સ સિમ્પલ લેફ્ટ કે રાઈટ સ્વાઈપ જેશ્ચરથી રેકમેંડેડ અને ફોલો ટ્વીટમાં સ્વીચ કરી શકે છે. આ ડિઝાઈનને આ અઠવાડિયાના અંતમાં લાવી શકાશે.

નવા ફીચરની પણ જાહેરાત
હજુ એ સ્પષ્ટ કરાયું નથી કે આ ફીચર ટારગેટેડ યૂઝર્સને માટે જાહેર કરાશે કે તમામ યૂઝર્સ તેને એક સાથે ઉપયોગમાં લઈ શકશે. આ સિવાય મસ્કે લોન્ગ ફોર્મ ટ્વિટને લઈને પણ જાહેરાત કરી છે. તેને લઈને મસ્કે કહ્યું કે આ ફેબ્રુઆરીની શરૂઆતમાં જાહેર કરાશે.


શું આવશે ફેરફાર
હાલમાં ટ્વિટર યૂઝર્સને ટ્વિટને 2 અલગ અલગ ફોર્મમાં જોવાની પરમિશન આપે છે. જો કોઈ યૂઝર ટ્વિટર હોમપેજના રાઈટમાં સ્ટાર બટન પર ક્લિક કરે છે તો પ્લેટફોર્મ for you અને લેટેસ્ટ ઓપ્શન દેખાડે છે. આ ઓપ્શનથી યૂઝર્સને રેકમેન્ડેડ ટ્વિટ્સ જોવા મળે છે જ્યારે લેટેસ્ટથી તમારા ફોલો કરાયેલા એકાઉન્ટની નવી ટ્વિટ દેખાશે. મસ્કની ટ્વિટ અનુસાર કંપની આ ઓપ્શનને હટાવશે નહીં પણ યૂઝર માટે તેના ઈન્ટરફેસને ઈમ્પ્રૂવ કરી રહી છે. તેનાથી યૂઝર્સ સિમ્પલ જેશ્ચરથી ફોલો એકાઉન્ટ્સ કે રેકમેન્ડેડ ટ્વિટ્સને જોઈ શકે છે. તેને ફક્ત સ્વાઈપ જેશ્ચરનો ઉપયોગ કરવાનો રહેશે. UI ચેન્જ સિવાય મસ્કે જાહેરાત કરી કે કંપની બુકમાર્ક ફીચરને પણ ઈમ્પ્રૂવ કરશે. જેમ નામથી સ્પષ્ટ થાય છે તેનાથી યૂઝર્સ કોઈ ટ્વિટને સેવ કરીને રાખી શકે છે. આ પછી તેનો ઉપયોગ કરીને ટ્વિટને જોઈ શકાય છે. હાલમાં આ ફીચરને એક્સેસ કરવા માટે યૂઝરને કોઈ ટ્વિટના શેર બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • Follow us on: