• IPPને UPI સાથે લિંક કરવામાં આવશે
  • સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમની સ્થાપના 
  • તમામ કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન આવરી લેશે 

ભારતીય રિઝર્વ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ UAE (CBUAE)એ શનિવારે ક્રોસ બોર્ડર વ્યવહારો માટે સ્થાનિક કરન્સીના ઉપયોગને મજબૂત કરવા અને તેમની ચુકવણી અને મેસેજિંગ સિસ્ટમ્સને એકબીજા સાથે જોડવા માટે બે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ હસ્તાક્ષર પીએમ મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન થયા હતા.

ધ્યેય શું છે?

સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ (LCSS)ની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે, RBI અને CBUAEના ગવર્નરો એશિયાના બે દેશો વચ્ચેના વ્યવહારો માટે સ્થાનિક કરન્સીના ઉપયોગ માટે એક માળખું સ્થાપિત કરવા સંમત થયા હતા. અમે તમને જણાવી દઈએ કે આ એમઓયુ તમામ કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અને મંજૂર મૂડી ખાતાના વ્યવહારોને આવરી લે છે.

આરબીઆઈએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે LCSSની રચના નિકાસકારો અને આયાતકારોને તેમના સંબંધિત હોમ કરન્સીમાં ઇન્વૉઇસ અને ચુકવણી કરવા સક્ષમ બનાવશે, જે બદલામાં INR-AED વિદેશી વિનિમય બજારના વિકાસને સક્ષમ કરશે.

IPPને UPI સાથે લિંક કરવામાં આવશે

RBI ગવર્નર શક્તિકાંત દાસ અને UAE સેન્ટ્રલ બેંકના ગવર્નર H.E. ખાલિદ મોહમ્મદ બાલામા ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને UAEના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સાથે એકીકૃત કરવા પણ સંમત થયા છે.

પીએમ મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં બંને ગવર્નરો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં ઉમેર્યું હતું કે, "એમઓયુનો હેતુ ભારત અને યુએઈ વચ્ચેના વ્યવહારો માટે સ્થાનિક કરન્સીના ઉપયોગ માટે એક માળખું સ્થાપિત કરવા પર દ્વિપક્ષીય રીતે લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (LCSS) સ્થાપિત કરવાનો છે." એકવાર લિંક થઈ ગયા પછી, તે બંને દેશોના વપરાશકર્તાઓને ઝડપી, અનુકૂળ, સુરક્ષિત અને ખર્ચ-અસરકારક ક્રોસ-બોર્ડર ફંડ ટ્રાન્સફર કરવામાં સક્ષમ બનાવશે.

RuPay સ્વિચ અને UAE સ્વિચ કાર્ડ પણ ઉમેરવામાં આવશે

બંને દેશો સ્થાનિક કાર્ડની પરસ્પર સ્વીકૃતિ અને કાર્ડ વ્યવહારોની પ્રક્રિયાને સક્ષમ કરવા માટે તેમના સંબંધિત કાર્ડ સ્વિચને RuPay સ્વિચ અને UAE સ્વિચ સાથે લિંક કરવા પણ સંમત થયા છે. ઉપરાંત RBI અને CBUAE પેમેન્ટ મેસેજિંગ સિસ્ટમને લિંક કરવા માટે સંમત થયા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય નાણાકીય સંદેશાવ્યવહારને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સિયલ મેસેજિંગ સિસ્ટમ (SFMS)ને UAEમાં મેસેજિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

  • Follow us on: