• નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે
  • બજેટને લઈ ઇન્ટરનેટ પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી
  • લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ પોસ્ટ કર્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે. હંમેશની જેમ આ વખતે પણ દેશ આ બજેટને અપેક્ષા સાથે જોઈ રહ્યો છે દરેકની નજર જેના પર ટકેલી છે તે એ છે કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે કે નહીં. ખાસ કરીને મિડલ ક્લાસ કહેવાતા દેશના મોટા વર્ગને 2024ના બજેટથી ઘણી અપેક્ષાઓ છે.

સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર

આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે. જો કે બજેટ 11 વાગે રજુ થવાનું છે પરંતુ એવું લાગે છે કે લોકો પાસે ધીરજ નથી અને તેઓએ સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ પોસ્ટ કર્યા છે. ઇન્ટરનેટ પર લોકો પોતાની વિવિધ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે અને મીમ્સ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ મીમ્સ બજેટ સાથં સંબંધિત છે અને જે જોઈને તમે હસી પડશો.

સામાન્ય માણસને આશા છે કે તેને 23મી જુલાઈના બજેટમાં આવકવેરામાં થોડી રાહત મળશે. હાલમાં ભારતમાં 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નથી. પરંતુ આ વખતે નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે આ બજેટમાં સરકાર તેને 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે બજેટને લઈને મધ્યમ વર્ગ સૌથી વધુ ચિંતિત છે કારણ કે સામાન્ય રીતે બજેટમાં મધ્યમ વર્ગ માટે કોઈ ખાસ ભેટ હોતી નથી તેવી માન્યતા છે. એટલા માટે બજેટ પહેલા મિડલ ક્લાસ મીમ્સ ઇન્ટરનેટ પર સૌથી વધુ જોવા મળે છે.


  • Follow us on: