• ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક: નિર્મલા સીતારમણ
  • સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે
  • મોબાઈલ ફોન ચાર્જર સસ્તા, ઈલેક્ટ્રીક ગાડીઓ સસ્તી થશે

મોદી 3.0 કેન્દ્રીય બજેટ 2024નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને મુખ્યત્વે કેન્સરની દવાઓને ડ્યુટી ફ્રી કરી છે જાણો વસ્તુ સસ્તી થઈ છે.

ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક: નિર્મલા સીતારમણ

મોદી 3.0નું પહેલું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે. દેશની જનતાએ સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વૈશ્વિક સ્થિતિની અસર ફુગાવા પર પડી છે પરંતુ ભારતમાં ફુગાવો નિયંત્રણમાં છે અને તે 4%ની રેન્જમાં છે.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વચગાળાના બજેટમાં અમે ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સતત ચમકી રહી છે. આખું બજેટ પણ આના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારો ભાર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા પર છે વિકસિત ભારત માટે આ પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે સરકારની 9 પ્રાથમિકતાઓ ગણાવી હતી. તેમાં કૃષિ ક્ષેત્રની સાથે શહેરી વિકાસ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, કૃષિ સંશોધન, ઉર્જા સુરક્ષા, નવીનતા, સંશોધન અને વૃદ્ધિ, આગામી પેઢીને સુધારવાનો સમાવેશ થાય છે.

સસ્તું શું થયું?

મોબાઈલ ફોન, ચાર્જર સસ્તા થશે

કેન્સરની 3 દવાઓ સસ્તી થશે

લીથિયમ બેટરી પણ સસ્તી થશે

ઈલેક્ટ્રીક ગાડીઓ સસ્તી થશે

સોનું અને ચાંદી સસ્તું થશે

એક્સ - રે મશીન પણ સસ્તું થશે

વીજળીયાના વાયર પણ સસ્તા થશે

ઈમ્પોર્ટેડ જ્વેલરી પણ સસ્તી થશે

પલાસ્ટિકનો સામાન મોંઘો થશે

સોલર સેટ પણ સસ્તા થશે

શું થયું મોંઘુ

પ્લાસ્ટિક ઉત્પાદનો

હવાઈ મુસાફરી

સિગારેટ

ટેલિકોમ સાધનો

સોપારી

સોલર ગ્લાસ

લેબોરેટરી કેમિકલ્સ 

  • Follow us on: