- બજેટ દેશને ઉત્કૃષ્ટ, સમૃદ્ધ, અને આત્મનિર્ભર વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ વધવામાં મદદ કરશે : રાજનાથ
- બજેટમાં સુરક્ષા પેન્શનમાં 141.205 કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે
- આઇડેક્સ યોજના હેઠળ 518 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
કેન્દ્રીય સુરક્ષા મંત્રીએ કહ્યું કે સ્ટાર્ટઅપ, ઇનોવેશન, અને નાના એકમોને તકનીકી મદદ માટે આઇડેક્સ યોજના હેઠળ 518 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
બજેટમાં સુરક્ષા પેન્શનમાં 141.205 કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે. રાજનાથ સિંહે કહ્યું કે આ બજેટ દેશને ઉત્કૃષ્ટ, સમૃદ્ધ, અને આત્મનિર્ભર વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ વધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે સમાવેશી અને ગતિશીલ વિકાસની દૃષ્ટિએ આ બજેટ ભારતના આર્થિક પરિવર્તને વેગ આપશે. ઉલ્લેખનીય છે કે, અર્ધસૈનિકદળોમાં સીઆરપીએફને 2023-24માં 31,389.04 કરોડ રૂપિયાના સુધારેલા અનુમાનથી વધારીને 31,543.20 કરોડ રૂપિયા મળ્યા, બીએસએફને 25,472.44 કરોડ રૂપિયા, અને સીઆઇએસએફને 14,331.89 કરોડ રૂપિયા મળ્યા છે.










