• બજેટમાં વિપક્ષ શાસિત કે કોંગ્રેસ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી

  • સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે તેને નિરાશાજનક બજેટ ગણાવ્યું
  • રાહુલ ગાંધીએ બજેટ રજૂ થયા પછી તેની x પર પોસ્ટ કરીને આકરી ટીકા કરી

સંસદમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2024-25નાં બજેટને લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. જ્યારે સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે તેને નિરાશાજનક બજેટ ગણાવ્યું હતું. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બજેટ રજૂ થયા પછી તેની x પર પોસ્ટ કરીને આકરી ટીકા કરી હતી.

તેમણે આક્ષેપ કર્યો કે સરકારે તેનાં સાથી પક્ષોને રાજી રાખવા અનેક પ્રકારની રાહત અને સહાયની લહાણી કરી છે. વિપક્ષ શાસિત કે કોંગ્રેસ શાસિત રાજ્યોની તેમાં અવગણના કરવામાં આવી છે. અન્ય રાજ્યોની કિંમત પર અન્યો સાથે પોકળ અને ખોખલા વાયદા કરવામાં આવ્યા છે. બજેટ દ્વારા મિત્રોને ખુશ કરવામાં આવ્યા છે. AA (અદાણી અને અંબાણી)ને ફાયદો કરાવાયો છે. આમ આદમી કે ભારતીયોને કોઈ રાહત આપવામાં આવી નથી. તેમણે બજેટને કોપી અને પેસ્ટ ગણાવ્યું હતું.

ખેડૂતો અને યુવાનોને કાયમી નોકરીની જોગવાઈ નથી : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જ્યાં સુધી ખેડૂતો કે યુવાનો માટે કાયમી નોકરીની જોગવાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી જનતાને કોઈ લાભ થવાનો નથી. યુપીમાં જુઓ ત્યાં રોકાણની શું સ્થિતિ છે? ત્યાં કોઈ પ્રોજેક્ટ સમયસર પૂરા થયા નથી. યુપીમાંથી અનેક વડાપ્રધાનો આવ્યા છે પણ તેને બજેટમાં કશું આપવામાં આવ્યું નથી.

નકલ ધરાવતું કોપીકેટ બજેટ : ખડગે

કોંગ્રેસનાં પ્રમુખ ખડગેએ બજેટની ટીકા કરી હતી અને બજેટને તેમણે નકલ ધરાવતું કોપીકેટ બજેટ ગણાવ્યું હતું. આ દેશનાં વિકાસ માટેનું નહીં પણ મોદી સરકાર બચાવો બજેટ છે. આ સરકાર કોંગ્રેસનાં ન્યાયપત્રની પણ યોગ્ય રીતે નકલ કરી શક્યું નથી. સાથી પક્ષોને છૂટા હાથે રેવડીઓ વહેંચવામાં આવી છે. જેથી એનડીએ સરકાર બચી શકે. બજેટમાં ખેડૂતો, દલિતો અને આદિવાસીઓ માટે કશું નથી.પશ્ચિમ બંગાળનાં સીએમ અને ટીએમસીનાં વડા મમતા બેનરજીએ બજેટની ટીકા કરી હતી .

  • Follow us on: