• નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ

  • બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી
  • નાણામંત્રીએ ગરીબો અને મહિલાઓ માટે રાહત યોજનાઓના સંકેત આપ્યા

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં વર્ષ 2024-25 માટેનું રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ચમકી રહી છે. વર્તમાન યુગમાં મોંઘવારીનો દર સ્થિર છે. જેને લઈને વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ ગરીબો અને મહિલાઓ માટે રાહત યોજનાઓના સંકેત આપ્યા છે.

રાહત યોજનાઓ અંગે સંકેત આપ્યા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા ચમકી રહી છે. વર્તમાન યુગમાં મોંઘવારીનો દર સ્થિર છે. વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ખેડૂતોને મદદની જરૂર છે અને સરકારનો ભાર ગરીબો અને મહિલાઓ પર છે. આ કહીને નાણામંત્રીએ મોટી રાહત યોજનાઓ અંગે સંકેત આપ્યા છે.

બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા તેજસ્વી છે અને આવનારા વર્ષોમાં પણ એવી જ રહેશે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે અને 4% લક્ષ્ય તરફ આગળ વધી રહ્વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મંત્ર આપ્યો છે. તેની રૂપરેખા આ બજેટમાં જોઈ શકાય છે. આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ આપશે. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરશે.

  • Follow us on: