• કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની જોગવાઈ
  • વિકસિત ભારતનું એન્જિન થશે તૈયાર, બિહારને 3 એક્સપ્રેસ વે મળ્યા
  • પહેલી નોકરીમાં નવા કામદારોને 1 મહિનાનું ભથ્થું મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે. તો જાણો આ બજેટમાં કઈ મુખ્ય વાતો પર રહ્યું સરકારનું ફોકસ.

 

[[$googlead]]

બજેટમાં રોજગાર સર્જન પર વિશેષ ફોકસ

[[$alsoread]]

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે બજેટમાં યુવાનોના કૌશલ્ય વિકાસ, શિક્ષણ, કૃષિ અને રોજગાર નિર્માણ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું હતું. નાણામંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોને આર્થિક વિકાસનું એન્જિન બનાવવા માટે વિશેષ યોજનાઓની પણ જાહેરાત કરી હતી. સફેદ અને ગુલાબી સાડીમાં લોકસભા પહોંચેલા નાણામંત્રીએ 11 વાગે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું હતું.

 

મોદી 3.0 ના પ્રથમ બજેટની શું રહી ખાસ વાતો

1: યુવાઓ માટે ખાસ યોજના

2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે યુવાનો માટે 5 યોજનાઓ શરૂ કરાશે. 5 કરોડથી વધુ યુવાનોને ફાયદો થશે. રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે 3 નવી યોજનાઓ લવાશે.

2: કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની જોગવાઈ

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતો અને તેમની જમીનોને ફાયદો થશે. 6 કરોડ ખેડૂતો ખેડૂત અને જમીન રજીસ્ટ્રીના દાયરામાં આવશે.

3: વિકસિત ભારતનું એન્જિન થશે તૈયાર

પૂર્વીય રાજ્યો વિકસિત ભારતનું એન્જિન બનશે. બિહારને 3 એક્સપ્રેસ વે મળ્યા. 26 હજાર કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવશે. ગયામાં ઈન્ડસ્ટ્રીયલ હબ બનાવવામાં આવશે. આ સાથે પટના પૂર્ણિયા એક્સપ્રેસ વે બનશે અને બોધગયા, રાજગીર અને વૈશાલીમાં એક્સપ્રેસ વે બનશે. બક્સરમાં ગંગા નદી પર 2 લેનનો પુલ બનશે અને સાથે જ વિશાખા પટ્ટનમ અને ચેન્નઈ કોરિડોર પર પણ કામ થશે.

4: ઉત્પાદન ક્ષેત્રે રોજગારીનું સર્જન

પ્રથમ વખત કર્મચારીઓને EPFOમાં તેમના યોગદાન અનુસાર પ્રોત્સાહન મળશે. 30 લાખ યુવાનોને ફાયદો થશે. પહેલી નોકરીમાં નવા કામદારોને 1 મહિનાનું ભથ્થું મળશે અને સાથે જ કહેવાયું છે કે ઈપીએફઓમાં કર્મચારીઓની નોંધણી જરૂરી છે. આ સાથે ઉત્પાદન સેક્ટરમાં 30 લાખ યુવાઓને મળશે નોકરી. તો સાથે જ 1લાખની સેલેરી પર 3 હજાર પીએફ સરકાર આપશે.

5: દરેક નવા કર્મચારી માટે

કંપનીઓને 2 વર્ષ માટે દર મહિને 3-3 હજાર રૂપિયાનું વળતર મળશે. તેનાથી 50 લાખ લોકોને ફાયદો થશે.

6: કોને મળશે ડાયરેક્ટ બેનિફિટ્સ

ઔપચારિક ક્ષેત્રમાં કાર્યબળમાં જોડાનારાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ રૂ. 15,000 સુધીનો લાભ આપવામાં આવશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર હશે. 2 લાખથી વધુ યુવાનોને તેનો લાભ મળશે.

  • Follow us on: