- 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં
- 3-7 લાખ સુધી 5 ટકા ટેક્સ
- 7-10 સુધી 10 ટકા ટેક્સ
હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું છે જેમાં ટેક્સને લઈને ખાસ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી રૂપિયાથી લઈને 75 હજાર કરાયું છે. જો નવા ટેક્સ રીજીમની વાત કરીએ તો તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
શું થયા ફેરફાર
- 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં
- 3-7 લાખ સુધી 5 ટકા ટેક્સ
- 7-10 સુધી 10 ટકા ટેક્સ
- 10-12 લાખ પર 15 ટકા ટેક્સ
- 12-15 લાખ પર 20 ટકા ટેક્સ
- 15 લાખથી ઉપર 30 ટકા ટેક્સ
સરકારે નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબને પણ સરળ બનાવ્યા છે. હવે નવા ટેક્સ સ્લેબમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ટેક્સ રેટ રહેશે. આ પહેલા જેવું છે. હવે 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગશે. અગાઉ આ ટેક્સ સ્લેબ 3 થી 6 લાખ રૂપિયા હતો. સરકારે હવે 6-9 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબને 7-10 લાખ રૂપિયા કર્યો છે. તેની પર ટેક્સ 10 ટકા લાગશે. તો સાથે 10-12 લાખ રૂપિયા પર 15 ટકા અને 12-15 લાખ રૂપિયા પર 20 ટકા ટેક્સ રહેશે. આ પછી 30 ટકાના આધારે ટેક્સની ગણતરી કરવામાં આવશે.
અગાઉ આ નવો ટેક્સ સ્લેબ હતો (નવો ટેક્સ સ્લેબ- 2023)-
- 0 થી રૂ. 3 લાખ રૂપિયા પર 0%
- 3 થી 6 લાખ રૂપિયા પર 5%
- 6 થી 9 લાખ રૂપિયા પર 10 ટકા
- 9 થી 12 લાખ રૂપિયા પર 15 ટકા
- 12 થી 15 લાખ રૂપિયા પર 20 ટકા
- 15 લાખથી વધુ રૂપિયા પર 30 ટકા
ઈનકમ ટેક્સની પ્રોસેસને બનાવાઈ સરળ
ટીડીએસ સમયસર નહીં ભરો તો ગુનો નહીં ગણાશે. કેપિટલ ગેનની લિમિટ વધારાઈ છે. બજેટમાં જણાવાયું છે તેમ 2/3 લોકોએ નવો ટેક્સ રીજિમ પસંદ કર્યું છે. ઈકોમર્સ ઓપરેટર્સને ટેક્સમાં મળશે છૂટ, ટીડીએસ 1 ટકા રહેશે. આ સાથે જ લોન્ગ ટર્મ કેપિટલ ગેન 20 ટકાથી ઘટાડી 12.50 ટકા કરાયું. જમીન ખરીદનારાને થશે ફાયદો. એંજલ ટેક્સ આજથી ખતમ થશે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 5 ટકા ઘટાડાયો.
ફેરફારો ક્યારે થયા?
ભાજપ સરકારે 2018ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 40,000 રૂપિયા વાર્ષિક કર્યું હતું. આ પછી, 2019 ના વચગાળાના બજેટમાં, પ્રમાણભૂત કપાતની મર્યાદા વધારીને 50,000 રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવી હતી. ત્યારપછી સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર થયો નથી. હવે તે 50,000થી વધારીને 75000 કરવામાં આવી છે.









