• બ્રિટિશ સમયનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860એ થયું હતું રજૂ
  • કેસી નિયોગીએ ક્યારેય રજૂ કર્યું નથી બજેટ
  • મોરારજી દેસાઈએ સૌથી વધુ વખત રજૂ કર્યું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ યુનિયન બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતના બજેટમાં સામાન્ય માણસથી લઈને નોકરિયાત અને ખેડૂતોને પણ મોટી આશાઓ છે. આશા છે કે આ બજેટ લાભદાયી રહેશે. આ વખતે પીપીએફ અને 80 સીની લિમિટ પણ વધારવાને લઈને આશા છે. તો જાણો બજેટની ખાસ વાતો.

ક્યારે રજૂ થયું હતું દેશનું પહેલું બજેટ

બજેટમાં સરકાર આગામી વર્ષ માટે આવક અને જાવકને રજૂ કરે છે. સરકાર દ્વારા વર્ષના દેશની આવક અને જાવકનો અંદાજ બ્રિટનના બજેટથી શરૂ થયો હતો. બ્રિટિશ કાળમાં પહેલીવાર 7 એપ્રિલ 1860ના રોજ બજેટ રજૂ કરાયું હતું, ફાયનાન્સ મેમ્બર જેમ્સ વિલસને આ બજેટ રજૂ કર્યું હતું.

આ નાણામંત્રીએ રજૂ નથી કર્યું એક પણ બજેટ

દેશમાં એક માત્ર એવા નાણામંત્રી છે જેઓએ પોતાના કાર્યકાળનું બજેટ રજૂ કર્યું નથી. 1948માં 35 દિવસ સુધી કેસી નિયોગી દેશના નાણામંત્રી રહ્યા. આ એકમાત્ર નાણામંત્રી હતા જેઓએ બજેટ રજૂ કર્યું નથી. તેમના બાદ જોન મથાઈ ભારતના ત્રીજા નાણામંત્રી બન્યા.

કોણે સૌથી વધારે વાર રજૂ કર્યું બજેટ

ભારતમાં સૌથી વધારે વાર ભારતનું બજેટ મોરારજી દેસાઈએ રજૂ કર્યું. તેઓએ નાણામંત્રીના રૂપમાં 10 વાર બજેટ રજૂ કર્યું હતું. તેમાં 8 બજેટ અને 2 અંતરિમ બજેટ સામેલ છે.

લાલ બેગની પરંપરા થઈ ખતમ

સૌથી પહેલા જ્યારે બ્રિટનના નાણામંત્રી સંસદમાં સરકારનો ખર્ચ અને આવકની જાણકારી આપતા હતા અને ચામડાની લાલ બેગમાં લઈને આવતા હતા. પરંતુ ભાજપ સરકારે લાલ બેગની પરંપરાને ખતમ કરી.

બજેટમાં ક્યારે પહેલીવાર થયો જીએસટીનો ઉલ્લેખ

28 ફેબ્રુઆરી 2006એ તત્કાલીન ફાયનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે પહેલી વાર બજેટમાં જીએસટીની વાત કરી હતી. પહેલીવાર યૂપીએ-2ના કાર્યકાળમાં ચિદમ્બરમની તરફથી ટેક્સની વાત કરાઈ હતી.

ક્યારથી થઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત

દેશની આઝાદી બાદ 30 વર્ષ સુધી રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દનો ઉપયોગ પણ થયો ન હતો. આ શબ્દ 1990માં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશની અર્થવ્યવસ્થામાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યું છે.  

  • Follow us on: