પહેલી ફેબ્રુઆરીના રોજ દેશનું આર્થિક બજેટ-2025 જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. સંસદમાં કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ રજૂ કરશે. આ બજેટ સાથે સામાન્ય વર્ગની ઘણી આશાઓ જોડાયેલી હોય છે. બજેટ બાદ દેશવાસીઓ પોતાના આગામી કાર્યક્રમ વિશે વ્યુરચના બનાવતા હોય છે. પરંતુ આ બજેટ અગાઉ શુ પ્રક્રિયા હાઝ ધરવામાં આવે છે તે તમે જાણો છો. ? જો નહી તો જુઓ આ અહેવાલ.


હલવા સેરેમની

બજેટ રજૂ કરવાના અઠવાડિયા પહેલાથી જ વિવિધ કાર્યક્રમો શરૂ થઇ જતા હોય છે. આ બજેટ સાથે પાંચ મજેદાર ફેક્ટ જોડાયેલા છે. જેમાં પ્રથમ છે હલવા સેરેમની. બજેટ રજૂ કરવા અગાઉ નાણા મંત્રાલયમાં હલવો પિરસવામાં આવે છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ હલવો ખવડાવવામાં આવે છે. આ સેરેમની પાછળનું કારણ એ છે કે, દેશમાં કોઇપણ સારુ કામ શરુ કરતા પહેલા મોઢં મીઠુ કરવામાં આવે છે. આ પરંપરા આઝાદી બાદથી આજ સુધી યથાવત છે.

ભારતનુ પ્રથમ બજેટ

બ્રિટીશકાળ દરમિયાન ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. 7 એપ્રિલ 1860ના રોજ ભારતે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ. આ સમયે નાણા મંત્રી જેમ્સ વિલ્સન હતા. તેઓએ આ બજેટ લોકો સમક્ષ મુક્યુ હતુ. પરંતુ ભારતને આઝાદી મળ્યા બાદ પ્રથમ વખત દેશનું બજેટ આર.કે.શનમુખ્મ ચેટ્ટીએ 1947ના રોજ રજૂ કર્યુ હતુ.

લીક પણ થયુ છે બજેટ

યુનિયન બજેટને ખાસ સુરક્ષાની વચ્ચે મુકવામાં આવે છે. બજેટના રજૂ થવાના 10 દિવસ અગાઉથી જ અધિકારીઓ અને કર્મચારીઓ લોકડાઉન જેવા માહોલમાં રહે છે. આના પાછળનું કારણ એ છે કે, વર્ષ 1950માં જ્યારે જોન મથાઇ નાણા મંત્રી હતા. ત્યારે બજેટના પ્રિટીંગ દરમિયાન તે લીક થયુ હતુ. 1980 બાદ બેજટના પ્રિંટીંગનું કામ ખૂબ સુરક્ષિત રીતે કરવામાં આવે છે.

માત્ર અંગ્રેજી ભાષામાં રજૂ થતુ હતુ બજેટ

વર્ષ 1955 સુધી કેંદ્રીય બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં રજૂ થતુ હતુ. પરંતુ બાદમાં હિંદી ભાષામાં પણ રજૂ કરવામાં આવતુ હતુ. ભૂતપૂર્વ નાણામંત્રી સી.ડી. દેશમુખે બેજટને હિંદી અને અંગ્રેજીમાં રજૂ કરવાની શરૂઆત કરી હતી.

બજેટ અગાઉ ઇકોનોમિક સર્વે

1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે. તે સૌ કોઇ જાણે છે. પરંતુ તેના ઠીક એક દિવસ અગાઉ સંસદમાં ઇકોનોમિક સર્વે દેશ સમક્ષ મુકાય છે. આમાં દેશની પરિસ્થિતીનો ચિતાર દર્શાવાય છે. જે બજેટની એક પૂર્ણ તસ્વીર રજૂ કરે છે. દેશનું પ્રથમ ઇકોનોમિક સર્વે વર્ષ 1950-51માં રજૂ કરાયુ હતુ. 

  • Follow us on: