દેશનું આર્થિક બજેટ સમજવા માટે આ શબ્દોનું જ્ઞાન હોવુ જરુરી છે. કારણે નાણાં મંત્રાયલમાં આ શબ્દોના ઉપયોગથી બજેટ તૈયાર કરાય છે. આજે દેશનું આર્થિક બજેટ સંસદમાં રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ (કેરજૂ કરવા જઈ રહ્યા છે. શું તમે જાણો છો કે દેશનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યું હતું? બ્રિટિશ શાસન દરમિયાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને વાત એ છે કે તેને ભારતમાં નહીં પરંતુ લંડનમાં રજૂ કરવામાં આવી હતી. આની પાછળ એક રસપ્રદ કહાણી છે, જાણીએ તે વિશે
જેમ્સ વિલ્સન સ્કોટિશ અધિકારી હતા.
દેશના પ્રથમ બજેટની વાત કરીએ તો તે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી જેમ્સ વિલ્સન દ્વારા લંડનમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેને બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું હતું. અંગ્રેજ ઓફિસર વિલ્સન સ્કોટિશ રાજનેતા, અર્થશાસ્ત્રી અને બિઝનેસમેન હતા. તેઓ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને ધ ઈકોનોમિસ્ટ મેગેઝીનના સ્થાપક હતા. તેમણે નાણા માટે જવાબદાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય તરીકે સેવા આપી હતી અને દેશના તત્કાલિન વાઈસરોયને બજેટ અંગે સલાહો આપી હતી.
બજેટ રજૂ કરવાની જરૂર કેમ પડી?
બજેટ રજૂ કરવાની પરંપરાની શરૂઆત પાછળ એક ઇતિહાસ છે, જે વાસ્તવમાં, લશ્કરી બળવા પછી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તેને રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી અને તેને પ્રિન્સ કાઉન્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. 1857માં લશ્કરી બળવાને કારણે બ્રિટિશ સરકારને ઘણું જ નુકસાન થયું હતું. જેમાં ખુલ્લેઆમ વિદ્રોહ કરનારા સૈનિકો અને ક્રાંતિકારીઓનો નરસંહાર કરવામાં આવ્યો હતો. આ વિદ્રોહની આખી દુનિયાએ જ નહીં પરંતુ લંડનના હાઉસ ઓફ કોમન્સમાં પણ નિંદા કરવામાં હતી
કસાનની ભરપાઈ કરવા માટે
નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને નુકસાનની ભરપાઈ કરવા માટે ભારતમાં ટેક્સ સિસ્ટમ લાગુ કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઇ હતી. આ પછી, 7 એપ્રિલ, 1860ના રોજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી જેમ્સ વિલ્સન દ્વારા બ્રિટિશ ક્રાઉનને બજેટ દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવ્યું અને આ ભારતનું પ્રથમ બજેટ રહ્યું હતું
આઝાદી પછીનું પ્રથમ બજેટ
26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરાયુ હતું અને તેને રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી સર આરકે ષણમુગમ ચેટ્ટી હતા. આ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે ભારતનું પ્રથમ બજેટ ભારતના ભાગલા સમયે થયેલા ભારે રમખાણો વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું.