કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન હાથ ધરાશે. કાપડ ઉદ્યોગ મજબૂત કરી ભારતને દુનિયામાં મહત્વના સ્થાને સ્થાપિત કરાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સમયે જણાવ્યુ હતુ કે સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન નક્કી કર્યું છે. આ મિશન દેશના કાપડ ઉદ્યોગને મજબૂત બનાવશે. નાણામંત્રીએ ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી.


કપડા ઉદ્યોગથી વેપારીઓને થશે ફાયદો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કપાસ પકવતા ખેડૂતો માટે ખાસ જોગવાઇ કરી છે. પાંચ વર્ષના મિશન દરમિયાન કપડા ઉદ્યોગને મજબૂત કરાશે. આ યોજના દ્વારા ખેડૂતોને ખાસ મદદ મળી રહેશે. નાણામંત્રીએ કહ્યું કે, અમારું ધ્યાન આરોગ્ય અને રોજગાર પર છે. સરકાર સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષિ યોજનાઓ પર કામ ચાલુ રહેશે. પીએમ મોદીના નેતૃત્વમાં અર્થતંત્રને ગતિ મળી રહી છે. તેમણે કહ્યું, આ વિકસિત ભારતનું બજેટ છે. અમારો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક મજબૂતી આપવાનો છે. અમારો ઉદ્દેશ્ય દેશના વિકાસને વધારવાનો છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને વધારાની સહાય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમારી સરકાર કૃષિ ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે. આગામી પાંચ વર્ષ વિકાસની તક છે. 

  • Follow us on: