દુનિયામાં ભારતના રમકડાં પ્રખ્યાત થઇ રહ્યા છે. આ રમકડાં માર્કેટે ભારતને પાવર હાઉસ બનાવ્યુ છે. દેશના 12 હજાર કરોડના રમકડાં માર્કેટમાં રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રીઝ ક્રાંતિ લાવશે. હાલમાં વર્લ્ડ ટોય ઈન્ડસ્ટ્રીઝ લગભગ રૂપિયા 7.87 લાખ કરોડની છે. તે 2025 સુધીમાં આશરે રૂપિયા 9.82 લાખ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતની વાત કરીએ તો વર્લ્ડ ટોય માર્કેટમાં ભારતનો હિસ્સો 0.5 ટકાથી ઓછો છે. રમકડાંની રમતમાં ભારતે ચીનને હાર આપી પોતાનું સ્થાન પ્રબળ કર્યુ છે.
ભારત રમકડાં ઉત્પાદનનું કેન્દ્ર બનશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે રમકડાં ઉત્પાદન માટે યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રમકડાં ક્ષેત્રમાં ઉત્પાદનને વેગ આપવા માટે યોજનાઓની રજૂઆત અને અમલીકરણની જાહેરાત કરી. "મેડ ઇન ઇન્ડિયા" બ્રાન્ડ સાથે ટકાઉ રમકડાંના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ યોજના હશે. ભારત રમકડાં ઉત્પાદનનું કેન્દ્ર બનશે. મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો થશે. નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં રમકડા ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની યોજના છે. રમકડાં માટેના રાષ્ટ્રીય કાર્ય યોજનાના આધારે રમકડા ક્ષેત્ર માટે પગલાં રજૂ કરવામાં આવશે. એક નવી યોજનાનો ઉદ્દેશ્ય ભારતને રમકડાં માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો રહેશે, જેમાં ક્લસ્ટર, કૌશલ્ય અને "મેડ ઇન ઇન્ડિયા" બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતા ઉચ્ચ-ગુણવત્તાવાળા રમકડાંનું ઉત્પાદન કરતી ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવીન અને ટકાઉ રમકડાંનું ઉત્પાદન હાથ ધરાશે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્રિટિશ રમકડાની બ્રાન્ડ હેમલીઝ પહેલાથી જ ખરીદી લીધી છે. રિલાયન્સ હેમલીઝ તેમજ રોવાન નામની રમકડાની બ્રાન્ડ દ્વારા રમકડાના વ્યવસાયમાં પણ સામેલ છે. રિલાયન્સ રમકડાં ડિઝાઇન કરવાથી લઈને તેને વેચવા સુધી બધું જ કરવાની યોજના ધરાવે છે.
ભારતીય રમકડાં દુનિયાભરમાં પ્રખ્યાત થઈ રહ્યાં છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાણાકીય વર્ષ 2015થી 2023 વચ્ચે ભારતમાંથી રમકડાંની નિકાસમાં 239 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આયાતમાં 52 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે વૈશ્વિક રમકડા બજારમાં ચીનનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને ભારત ચોખ્ખા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વની ઘણી મોટી રમકડા કંપનીઓ હવે ચીનને બદલે ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે. માર્કેટ રિસર્ચ ફર્મ IMARCના રિપોર્ટ અનુસાર ભારતના રમકડા ઉદ્યોગનું મૂલ્ય ગયા વર્ષે 1.7 બિલિયન ડોલર હતું, જે 2032 સુધીમાં 4.4 બિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. મોદી સરકારે સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેના કારણે ભારત આજે આ ઉદ્યોગમાં પાવરહાઉસ બની રહ્યું છે.