દેશનું આર્થિક બજેટ સમજવા માટે આ શબ્દોનું જ્ઞાન હોવુ જરુરી છે. કારણે નાણાં મંત્રાયલમાં આ શબ્દોના ઉપયોગથી બજેટ તૈયાર કરાય છે. આજે દેશનું આર્થિક બજેટ સંસદમાં રજૂ થવાનું છે. ત્યારે એવા કેટલાય શબ્દો હોય છે જે બજેટ રજૂ કરતી વખતે બોલવામાં આવે છે. પરંતુ જો તેનો અર્થ આપણને ખબર ન હોય તો બજેટ સમજવામાં મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે અમે તમને સમજાવવા જઇ રહ્યા છે કે Union Budgetમાં નાણાંમંત્રી કયા શબ્દો બોલશે અને તેનો અર્થ શું થશે.


બજેટની શબ્દાવલી

ડાયરેક્ટ ટેક્સ એ ટેક્સ હોય છે જેમાં જનતા સરકારને સીધો જ ટેક્સ આપે છે. આ ટેક્સ આવક પર લગાવવામાં આવે છે. આ ડાયરેક્ટ ટેક્સમાં ઇનકમ, વેલ્થ અને કોર્પોરેટ ટેક્સ સામેલ છે. તો ઇનડાયરેક્ટ ટેક્સ એ વસ્તુ કે પ્રોડક્ટ પર લગાવવામાં આવે છે. જેમાં ઉત્પાદન, સેવા ખર્ચ અને જીએસટીનો સમાવેશ થાય છે. ફિસ્કલ ડેફિસિટનો અર્થ થાય છે કે રાજકોષીય નુકસાન જે કેંદ્ર સરકારની આવક અને ખર્ચની વચ્ચેનું અંતર હોય છે. આ ફિસ્કલ ડેફિસિટ એ દેશની આર્થિક સ્થિતીની દિશા રજૂ કરે છે. ફાઇનેંશિયલ યર એટલે કે નાણાંકિય વર્ષ. આ વર્ષનો અર્થ એ થાય છે કે જેમાં નાણાકિય બાબતોનો હિસાબ થાય છે. જેમાં સરકારો દ્વારા અકાઉંટ અને બજેટનો ઉપયોગ કરવામાં આવે છે. GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં દેશમાં એક વર્ષમાં ઉત્તપન્ન થનાર દરેક વસ્તુ અને સર્વિસની કુલ કિંમત છે. ફાઇનેંશિયલ બિલને નાણાકિય વિધેયક કહેવામાં આવે છે. જેમાં નવા ટેક્સ અને ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવે છે. બજેટ ઇસ્ટીમેટ એટલે કે બજેટનો અંદાજ. વિવિધ વિભાગોમાં અને યોજનાઓમાં ફાળવવામાં આવેલી ધનરાશિનું અનુમાન લગાવવામાં આવે છે. જેમાં દર્શાવવામાં આવે છે કે પૈસા ક્યા અને કેવી રીતે વાપરવામાં આવશે. ન્યૂ ટેક્સ રિજીમને વર્ષ 2022માં શરુ કરવામાં આવી હતી. હવે ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ સાત પ્રકારે ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવે છે.

મધ્યમ વર્ગની નાણામંત્રીને ખાસ રજૂઆત

જે રીતે મોંઘવારી વધી રહી છે અને રોજગાર ઓછો થઇ રહ્યો છે. તેને જોતા મિડલ ક્લાસ નાણામંત્રીને વિનંતી કરી રહ્યા છે કે તેમના પર વધુ પડતો બોજો ન નાંખવામાં આવે. કારણે ટેક્સ અને મોંઘવારીના કારણે લોકોનું જીવન ગુજારવું કઠીન થઇ રહ્યુ છે. નિર્મળા સીતારમણનું કેન્દ્રીય નાંણાંમંત્રી તરીકે આઠમુ બજેટ હશે જે તેઓ સંસદમાં રજૂ કરશે.


  • Follow us on: