નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યુ. જેમાં અનેક ચીજ વસ્તુઓ મોંઘી અને સસ્તી થઇ. અનેક ક્ષેત્રોમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે જે ઇન્કમટેક્સ સ્લેબ હતો તે યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં
1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં વિદેશ પ્રવાસ, શિક્ષણ અને ચિકિત્સા માટે TCS દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 17 એન્ટી-કેન્સર દવાઓ અને દુર્લભ બીમારીઓની દવાઓને કસ્ટમ્સ ડ્યૂટીમાંથી છૂટ આપવામાં આવી છે. સાથે જ, વિદેશી નાગરિકોને ભારત બહારની આવક પર કરમાં રાહત આપવામાં આવી છે. પરંતુ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મોટા ક્ષેત્રિય અને વ્યૂહાત્મક રોકાણોની જાહેરાત
બજેટમાં મૂડી ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે અને MSME, હાઈ-સ્પીડ રેલ, બાયોફાર્મા, સેમિકન્ડક્ટર, આયુષ સંસ્થાઓ અને મેડિકલ ટુરિઝમ હબ્સ જેવા અનેક મોટા ક્ષેત્રિય અને વ્યૂહાત્મક રોકાણોની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે બહુભાષી AI ટૂલ અને નાના કરદાતાઓ માટે સ્વચાલિત પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ Sports Budget 2026: સ્પોર્ટ્સને લઇને નાણામંત્રીની સૌથી મોટી જાહેરાત, રમત ગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયાની બદલાશે તસ્વીર