29 જાન્યુઆરી, 2026ના રોજ બજેટ પહેલાં સંસદમાં આર્થિક સર્વે 2025-26 રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વે દેશની અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ, ગયા એક વર્ષના પ્રદર્શન અને આવનારા સમયની દિશા અંગે સ્પષ્ટ ઝલક આપે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં રજૂ થયેલા આ દસ્તાવેજમાં GDP વૃદ્ધિ, મોંધવારી, વૈશ્વિક પરિસ્થિતિ અને નવી ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
GDP વૃદ્ધિ અંગે શું કહે છે આર્થિક સર્વે?
- આર્થિક સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2027 (FY27) માટે ભારતની GDP વૃદ્ધિનો
- ઉપલા સ્તરનો અંદાજ: 7.2%
- નીચલા સ્તરનો અંદાજ: 6.8%
આ મજબૂત વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક માંગ (Domestic Demand) છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં વધતી ખપત, ઔદ્યોગિક ઉત્પાદન અને સરકારી મૂડી ખર્ચને અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવ્યો છે.
AI પર ખાસ ભાર – પહેલી વાર અલગ પ્રકરણ
- આ વખતના આર્થિક સર્વેમાં એક ખાસ વાત એ છે કે Artificial Intelligence (AI) માટે પહેલી વખત અલગ પ્રકરણ સામેલ કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભવિષ્યમાં નવી ટેકનોલોજી, ડિજિટલ ઇકોનોમી અને AI આધારિત વિકાસ પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
- AI દ્વારા
- રોજગારીના નવા અવસરો
- ઉત્પાદનક્ષમતા વધારો
- શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારા
- જવા ફાયદાઓ પર પણ આર્થિક સર્વેમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
- વૈશ્વિક અનિશ્ચિતતા અને ભારતની તૈયારી
વૈશ્વિક સ્તરે ચાલતી રાજકીય અસ્થીરતા, યુદ્ધ, ઊંચા વ્યાજદર અને સપ્લાય ચેઇન સમસ્યાઓનો ઉલ્લેખ પણ આર્થિક સર્વેમાં કરવામાં આવ્યો છે. સરકારનું ધ્યાન એ પર છે કે આ વૈશ્વિક અસરોનો ભારતની અર્થવ્યવસ્થા પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.
https://twitter.com/PIB_India/status/2016766777678835854
સોના અને ચાંદીનો ખાસ ઉલ્લેખ
આર્થિક સર્વેમાં સોના અને ચાંદી અંગે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય પરિવારોમાં સોનાનું રોકાણ, આયાત પર અસર અને કિંમતોમાં થતી હલચલને આર્થિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.
આર્થિક સર્વેમાં શું ખાસ છે?
આર્થિક સર્વે 2025-26ની મુખ્ય વિશેષતાઓ:
- કુલ 16 પ્રકરણો
- AI માટે અલગ પ્રકરણ
- FY27 માટે GDP વૃદ્ધિ 6.8% થી 7.2% વચ્ચે
- સોના અને ચાંદી પર વિશેષ ચર્ચા
- વૈશ્વિક અનિશ્ચિતતા સામે ભારતની રણનીતિ
આર્થિક સર્વે શું છે?
આર્થિક સર્વે એ બજેટ પહેલાં રજૂ થતો સરકારી દસ્તાવેજ છે, જે દેશની આર્થિક સ્થિતિ, પડકારો અને ભવિષ્યની દિશાનું વિશ્લેષણ કરે છે. આ અહેવાલ કેન્દ્રીય નાણાં મંત્રાલયની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે બજેટ માટે આધારરૂપ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Union Budget 2026 : કેમિકલ ઉદ્યોગને સરકાર પાસેથી શું છે મોટી માંગ?