કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારમાં નાણામંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળનું સતત 9મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતની ખાસ વાત એ છે કે બજેટ 2026 રવિવારના દિવસે રજૂ થઇ રહ્યુ છે. લોકસભામાં બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત પણ કરી.નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યુ કે 12 વર્ષથી દેશમો સતત વિકાસ થઇ રહ્યો છે.અમે ગરીબી હટાવવાની દિશામાં સતત કામ કર્યુ, સરકારનું પહેલું કર્તવ્ય અર્થવ્યવસ્થાને ઝડપી વધારવુ,લોકો સુધી સરકારનું દરેક કામ પહોચાડવાનું લક્ષ્ય.

નિર્મલા સીતારમણ બજેટ 2026ની મહત્વની વાતો

રોકાણ વધારવા સતત પ્રયાસ

12 વર્ષથી દેશનો સતત વિકાસ

અમે ગરીબી હટાવવાની દિશામાં કામ કર્યુ

અમારૂં પહેલુ કર્તવ્ય અર્થવ્યવસ્થાને ઝડપથી વધારવુ

રોજગારની તક વધારવાનું લક્ષ્ય

સરકારના વિચાર અને સમજૂતીથી વિકાસ

સૌનો સાથ સૌનો વિકાસ થાય

350થી વધારે સુધારા લાગુ કર્યા

લોકો સુધી સરકારનું દરેક કામ પહોંચાડવાનું લક્ષ્ય

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ વધ્યું

આ પણ વાંચોઃ બજેટ પહેલા દહી-સાકર, રાષ્ટ્રપતિએ કર્યું નાણામંત્રીનું મોઢું મીઠું, જુઓ Photo