નવુ વર્ષ આવી ગયુ છે. કેટલાક નિયમોમાં આજથી ફેરફારો થવાના છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ નિયમ યુપીઆઇને લઇને પણ છે. જે મુજૂ 1 જાન્યુઆરી 2025થી તેમાં ફેરફાર થવાના છે. જેની અસર યુપીઆઇનો ઉપયોગ કરનારા પર પડશે. RBIએ UPIની ટ્રાન્ઝેક્શન લિમિટ બદલવાનો નિર્ણય લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને 123pની UPI લિમિટ બમણી કરવામાં આવી રહી છે.


UPI 123Payની ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો

ભારતીય રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ હવે યુઝર્સ UPI 123Payનો ઉપયોગ કરીને 10,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી શકશે. જો કે આ પહેલા ટ્રાન્ઝેક્શનની લિમિટ માત્ર 5000 રૂપિયા હતી. UPI 123 પે સર્વિસના નવા નિયમો 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે UPI 123Pay એક એવી સુવિધા છે જેના હેઠળ તમે ઇન્ટરનેટ વિના પણ UPI દ્વારા ચુકવણી કરી શકો છો.

ઇન્ટરનેટ વિના  ચૂકવણી 

વિધાઉટ ઈન્ટરનેટ પેમેન્ટને કારણે તેની લિમિટ ઘણી ઓછી હતી, જેના કારણે ફીચર ફોન ધરાવતા યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આરબીઆઈના આ નિર્ણયથી સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ સમયાંતરે પૈસાની લેવડદેવડને લઈને નવા નિયમો જાહેર કરે છે અને આવા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસો કરે છે.

4 કરોડ ફીચર યુઝર્સ

  • મહત્વનું છે કે UPI 123pay માં દરેક વપરાશકર્તાને ચુકવણી વિકલ્પ તરીકે 4 વિકલ્પો આપવામાં આવે છે. આમાં IVR નંબર, મિસ્ડ કોલ, OEM-એમ્બેડેડ એપ્સ અને સાઉન્ડ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ છે.
  • ફીચર ફોન યુઝર્સ IVR નંબર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
  • વપરાશકર્તાઓએ IVR નંબરો- 080-45163666, 08045163581 અને 6366200200 પર કૉલ કરવાનો રહેશે. ત્યારપછી UPI નું વેરિફિકેશન કરવું પડશે. આ પછી, કોલ પર આપવામાં આવેલી સૂચનાઓને પૂર્ણ કર્યા પછી ચુકવણી પૂર્ણ થશે.
  • હાલમાં ભારતમાં 4 કરોડ ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં આ યુઝર્સને મોટી સુવિધા મળવા જઈ રહી છે.

UPIની આ સેવા ક્યારે શરૂ થઈ?

UPI વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો કરવા અને વધુને વધુ લોકોને ડિજિટલ વ્યવહારો સાથે જોડવા માટે, UPI 123 પે સુવિધા માર્ચ 2022 માં શરૂ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે UPI ચુકવણી ભારતના નાના શહેરો અને ગામડાઓમાં ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં RBIએ UPI પેમેન્ટની મર્યાદા બમણી કરી દીધી છે. જ્યારે હવે તો શ્રીલંકા સહિત અન્ય ઘણા દેશોમાં યુપીઆઈ શરૂ કરવામાં આવી છે.

  • Follow us on: