અમેરિકા અને ચીનના અર્થતંત્રની ધીમી ચાલથી વિશ્વભરના માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર ભારતના શેરબજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સેન્સેક્સ સવારે 700 પોઈન્ટથી વધુ તૂટયો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને લીધે શેરબજારના રોકાણકારોને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું હતું.
બીએસઈ અને એનએસઈના આંકડાઓ અનુસાર, આઈટી, ફાયનાન્સ અને મેટલ્સ શેરમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, ટીસીએસ, ભારતી એરટેલ અને એસબીઆઈના શેર ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. આ દરમિયાન જેએસડબલ્યૂ સ્ટીલ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર શેરની યાદીમાં જોવા મળી રહ્યું છે. હાલના સમયમાં શેરબજારમાં કેવા આંકડા જોવા મળી રહ્યા છે જાણીએ....
કયા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો
નેશનલ સ્ટોક એક્સચેંજ પર કોલ ઈન્ડિયા અને વિપ્રોના શેરમાં સૌથી વધુ ત્રણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓએનજીસીના શેર 2.96 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એલએન્ડટી આઈએમ અને હિંડાલ્કોના શેર બે ટકાથી વધુ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એનએસઈ પર એશિયન પેઈન્ટસના શેર બે ટકાથી વધુ તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ગ્રાસીમ અને હિંદુસ્તાન યુનિલિવરના શેરમાં એક ટકાથી વધુ તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે.
શેરબજારમાં કડાકો
અમેરિકામાં મંદી અને ચીની અર્થતંત્ર ડામાડોળ થવાની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ કારોબારી સત્રમાં 721.75 અંક ઘટીને 81,833.69 અંક પર આવી ગયું છે. આમ તો હાલના સમયે સેન્સેક્સ્ 415 અંકના ઘટાડા સાથે 82,141.94 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે. બીજી બાજું એનએસઈના પ્રમુખ ઈન્ડેક્સ નિફટી 196.05 સરકીને 25,083.80 અંક પર આવ્યો છે. વર્તમાન સમયે નિફ્ટીમાં 150 અંકોના ઘટાડો જોવા મળી રહ્યો છે. અને 25,131 અંકો પર કારોબાર કરી રહ્યો છે.
શેરબજારના ઘટાડા પાછળના કારણો આ રહ્યા
અમેરિકામાં મંદીની ચિંતાઓને લીધે ભારતીય શેરબજારમાં ઘટાડો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઓગસ્ટમાં અમેરિકામાં મેન્યુફેકચરિંગ નબળું રહ્યું, જે આ સેકટરમાં ચાલતી નબળાઈનો સંકેત છે. આઈએસએમ અનુસાર મેન્યુફેકચરિંગ પીએમઆઈ ગત મહિને જુલાઈમાં 46.8 ટકાથી વધુ 47.2 ટકા થયો, જે નવેમ્બર પછી સૌથી ઓછું રીડિંગ હતું. પીએમઆઈનો 50થી નીચે રહેવું મેન્યુફેકચરિંગ સેકટરમાં નબળાઈના સંકેત આપે છે. જેનું ઈકોનોમીમાં 10.3 ટકા યોગદાન છે.
ચીનની નબળી ઈકોનોમી
ચીનના માર્કેટના તાજેતરના આંકડાઓ અનુસાર એક નબળા અર્થતંત્રના સંકેત આપ્યા છે. જેનાથી બેઈજિંગથી પ્રોત્સાહન આપવાની આશા વધી છે. તાજા રિપોર્ટથી જાણવા મળ્યું કે ઓગસ્ટમાં ચીનની ફેકટરી પ્રવૃત્તિમાં સતત ચોથા મહિને ઘટાડો આવ્યો છે. જેના ચિંતા વધી કે વિશ્વમાં સૌથી મોટી ઈકોનોમી આ વર્ષના ગ્રોથ ટાર્ગેટને પૂર્ણ કરવામાં સંઘર્ષ કરી શકે છે.













