ટાટા જૂથ અને સિંગાપુર એરલાઈન્સની ભાગીદારી ધરાવતી એરલાઈન્સ કંપની વિસ્તારા સોમવારે પોતાની છેલ્લી ફલાઈટ ઓપરેટ કરશે. જૂથની એરલાઈન કંપની એર ઈન્ડિયાની સાથે વિસ્તારાનુ મર્જર થવા જઈ રહ્યા છે. વિસ્તારા 11 નવેમ્બરે એવિએશનની દુનિયાને હંમેશા માટે ટાટા કહેવા જઈ રહી છે. વિસ્તારા એર ઈન્ડિયા મર્જરથી સિંગાપુર એરલાઈન્સને નવી ઈન્ટીગ્રેટેડ એરલાઈનમાં 25.1 ટકાનો ભાગીદારી મેળવી છે. હવે ઓપરેશન સંપૂર્ણ રીતે એર ઈન્ડિયા હેઠળ ઈન્ટિગ્રેટેડ થઈ ગયું છે. 

 

 

વિસ્તારાએ આવું અપડેટ આપ્યું

વિસ્તારાએ પોતાના ગ્રાહકોને અપડેટ કરતા જાણકારી આપે છે કે, ક્લબ વિસ્તારએ એર ઈન્ડિયાના ફલાઈંગ રિટર્ન્સની સાથે મળીને મહારાજા ક્લબ બનવાનો નિર્ણય લીધો છે. 12 નવેમ્બર પછી એર ઈન્ડિયા સુધી પહોંચી શકશો. તમારી સમજ અને સહયોગ માટે આભાર, કારણ કે, અમે તમને વિશ્વના સૌથી ઉત્તમ આપવાના છીએ. બંને લોયલ્ટી પ્રોગ્રામને મળી રહ્યા છે.

સેવાના 17 વર્ષ

મળતી માહિતી અનુસાર, જો કે, એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારા 12 નવેમ્બરથી બંધ થઈ જશે, તેમ છતાં તેના એરક્રાફ્ટ, રૂટ અને ક્રૂ ઓછામાં ઓછા માર્ચ સુધી સેવા આપવાનું ચાલુ રાખશે. 11 નવેમ્બરે વિસ્તારાના એર ઈન્ડિયા સાથે વિલીનીકરણ સાથે, ભારતમાં સંપૂર્ણ સેવા કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે. આ ફેરફાર વર્ષ-2012માં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ના ધોરણોના ઉદારીકરણ પછી થયો છે. આનાથી વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઈન્સની સ્થાપના થઈ હતી.

ટ્રાવેલ વીમાનું શું થશે?

જો તમે વિસ્તારા સાથે બુકિંગ સમયે પહેલેથી જ મુસાફરી વીમો ખરીદ્યો હોય, તો તે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે પણ માન્ય રહેશે. વધુમાં, જો તમારી પાસે 11 નવેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં મુસાફરી માટે વિસ્તારા પાસે હાલનું બુકિંગ છે, તો તમારી બુકિંગ પર કોઈ અસર કે ફેરફાર થશે નહીં. 12 નવેમ્બર, 2024 પછીની મુસાફરી માટે એર ઈન્ડિયા દ્વારા ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. એરલાઈને 12 નવેમ્બર, 2024થી વિસ્તારા પર મુસાફરી માટે બુકિંગ બંધ કરી દીધું છે. 

  • Follow us on: