- કમાણી ટોચની પણ સંસ્કારમાં ઝીરો
- મલ્ટી નેશનલ કંપની Wells Fargo કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ છે મિશ્રા
- હાલમાં પોલીસના ડરથી ફરાર છે મિશ્રા
છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એક વાત ચર્ચામાં છે અને તે એ કે એરઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિએ એક મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો. આ ઘટના 26 નવેમ્બરની છે પણ એરઈન્ડિયાએ 28 ડિસેમ્બરે પોલીસને તે વિશેની જાણકારી આપી. આ પેશાબ કરનારા વ્યક્તિને પોલીસે લૂક આઉટ નોટિસ ફટકારી હતી. તો જાણો આ શંકર મિશ્રાની સંપૂર્ણ વિગતો.
કોણ છે શંકર મિશ્રા
કહેવાય છે કે શંકર મિશ્રા મુંબઈમાં રહે છે અને તેઓ મલ્ટી નેશનલ કંપની Wells Fargo કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ છે. વેલ્સ ફાર્ગોનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. દિલ્હી પોલીસે શંકર મિશ્રા વિરુદ્ધ યૌન ઉત્પીડન અને અશ્લીલતાના આરોપમાં કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં મિશ્રાની ધરપકડ કરશે.
કેટલી છે શંકર મિશ્રાની સેલેરી
કેસ ચર્ચામાં આવ્યા બાદ શંકર મિશ્રા પર એરઈન્ડિયાએ 30 દિવસનો બૅન લગાવ્યો છે. પણ શું તમે જાણો છો કે જે મલ્ટીનેશનલ કંપનીમાં મિશ્રા કામ કરે છે ત્યાં તે વાઈસ પ્રેસિડન્ટની એવરેજ સેલેરી 51 લાખથી 96 લાખની વચ્ચે હોય છે. Ambition Boxના સેલેરી રિપોર્ટ અનુસાર Wells Fargoમાં પ્રેસિડન્ટની એવરેજ સેલેરી આ રેન્જમાં હોય છે. હવે મિશ્રા પણ આટલી મોટી સેલેરી લે છે.
13 લાખ કરોડની કંપની
શંકર મિશ્રાની કંપની તો વેલ ફાર્ગો અમેરિકાની એક ફાયનાન્શિયલ મલ્ટીનેશનલ કંપની છે અને તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. 1852ની આ કંપનીની માર્કેટ કેપ 161.64 બિલિયન ડોલર છે જે ભારતીય રૂપિયામાં લગભગ 13 લાખ કરોડની છે. મિશ્રા કંપનીનું મોટું પેકેજ ધરાવે છે પણ તેમની કોમન સેન્સને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. આ સમયે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે તેમના આ અપરાધ માટે એરઈન્ડિયાએ તેમને ફક્ત 20 દિવસના ટ્રાવેલ બેનની સજા આપી છે. પણ શું આ પૂરતું છે? Air Indiaએ મિશ્રા વિરુદ્ધ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એરલાઈન્સ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સરખામણી કોમેડિયન કુણાલ કામરા સાથે કરવામાં આવી રહી છે, જેમને પત્રકાર અર્નબ ગોસ્વામી પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ છ મહિના માટે એર ઈન્ડિયા સહિતની અનેક એરલાઈન્સમાં ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી
શંકર મિશ્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 509 અને 510 તેમજ ભારતીય એરક્રાફ્ટ એક્ટની કલમ 23 હેઠળ એક વૃદ્ધ મહિલા સાથે કથિત રીતે અભદ્ર વર્તન કરવા બદલ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી શંકર મિશ્રા મુંબઈથી નાસી ગયો છે. પરંતુ દિલ્હી પોલીસે તેમને પકડવા માટે એક અલગ ટીમ તૈનાત કરી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક નશામાં ધૂત વ્યક્તિએ વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. થોડા દિવસો બાદ એર ઈન્ડિયાની પેરિસ-દિલ્હી ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો. આવી અવારનવાર બનતી ઘટનાઓને જોતા DGCA કડક બન્યું છે. DGCA એ બંને કેસ માટે એર ઈન્ડિયાને નોટિસ રજૂ કરીને તેનો જવાબ માંગ્યો હતો.