- આ કંપની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના કારણે ચર્ચામાં આવી
- પોસ્ટમાં કંપનીએ લખ્યું કે ભારતમાં જલદી જ કંઈક મોટો ખુલાસો કરશે
- હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવ્યા હતા મોટા આરોપ
રોકાણ રિસર્ચ કરનારી અમેરિકી કંપની હિંડનબર્ગ રિસર્ચે થોડા મહિનાઓ પહેલા અદાણી ગ્રુપને લઈને જે ખુલાસાઓ કર્યા હતા, તેના કારણે ભારતીય બજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી હતી.
ત્યારે ફરી એક વખત આ કંપની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના કારણે ચર્ચામાં આવી છે અને બજારમાં ચર્ચાઓ તેજ કરી દીધી છે. આ પોસ્ટમાં કંપનીએ લખ્યું છે કે ભારતમાં જલદી જ કંઈક મોટો ખુલાસો કરશે. ત્યારે જાણો કે આ કંપનીના માલિક કોણ છે?
કોણ છે હિંડનબર્ગ કંપનીના માલિક?
હિંડનબર્ગ કંપનીના માલિકનું નામ નાથન એન્ડરસન છે. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શેરમાર્કેટ, ઈક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર રિસર્ચ કરવાનો છે. આ રિસર્ચ દ્વારા કંપની એ તપાસ કરે છે કે શેર બજારમાં કોઈ ખોટી રીતે તો પૈસાની હેરા ફેરી થઈ રહી નથી. મોટી કંપનીઓ પોતાના લાભ માટે એકાઉન્ટ મિસમેનેજમેન્ટ તો કરી રહી નથી. આ પ્રકારની જાણકારી મેળવ્યા બાદ હિંડનબર્ગ કંપની એક મોટો રિપોર્ટ પબ્લિશ કરે છે. હિંડનબર્ગના રિપોર્ટની અસર દુનિયાભરના શેર માર્કેટ પર જોવા મળે છે.
કેટલી છે હિંડનબર્ગના માલિકની સંપતિ?
નાથન એન્ડરસને મેરિકાની કનેક્ટિકટ યૂનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તેને નોકરીની શરૂઆત એક ડેટા રિસર્ચ કંપનીની સાથે કરી અને નોકરી કરતા એન્ડરસન ડેટા અને શેર માર્કેટને નજીકથી સમજ્યા. ત્યારબાદ થોડા સમય પછી તેને જાણકારી પ્રાપ્ત થઈ કે શેર માર્કેટ દુનિયાના અબજોપતિઓના પૈસાનો સૌથી મોટો અડ્ડો છે. તેમાં ઘણી એવુ થઈ રહ્યુ છે, જે સામાન્ય લોકો સમજી શકતા નથી. તેના કારણે એન્ડરસનના મગજમાં ફાઈનાન્શિયલ રિસર્ચ કંપની શરૂ કરવાનો આઈડિયા આવ્યો અને વર્ષ 2017માં તેને એન્ડરસન હિંડનબર્ગ નામની એક કંપનીની શરૂઆત કરી. હાલમાં 38 વર્ષીય એન્ડરસન પાસે એક અનુમાન મુજબ કૂલ 5 મિલિયન ડોલરની સંપતિ છે.
હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવ્યા હતા મોટા આરોપ
હિંડનબર્ગે અદાણી કંપનીને લઈ પોતાના રિસર્ચમાં 3 મોટા આરોપ લગાવ્યા હતા. જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. હિંડનબર્ગે પ્રથમ આરોપ લગાવ્યો હતો કે અદાણીની કંપનીઓના ભાવ અર્નિગ રેશિયો બીજી કંપનીઓ કરતા ખુબ જ વધારે છે. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં દાવો કર્યો કે અદાણી ગ્રુપની કંપનીઓના શેરની કિંમત તે સેક્ટરમાં બિઝનેસ કરનારી અન્ય કંપનીઓની તુલનામાં 85 ટકા વધારે છે. ત્યારે બીજો આરોપ લગાવતા હિંડનબર્ગે રિપોર્ટમાં કહ્યું કે કંપની પર 2.20 લાખ કરોડથી વધારેનું મોટુ દેવુ છે.