• છૂટક ફુગાવો જુલાઈમાં 7 ટકાને પાર કરી ગયો હતો તે ઘટીને 6.8% પર આવ્યો
  • મોંઘવારીના મોરચે સામાન્ય માણસને બે દિવસમાં બીજી મોટી રાહત મળી
  • ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 7.44 ટકાથી ઘટીને 6.83 ટકા થયો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે બે દિવસમાં 5 સારા સમાચાર આવ્યા છે. જ્યારે છૂટક ફુગાવો જુલાઈમાં 7 ટકાને પાર કરી ગયો હતો તે ઘટીને 6.8% પર આવી ગયો હતો. રિટેલ ફુગાવો પણ ઓગસ્ટમાં સતત પાંચમા મહિને શૂન્યથી નીચે રહ્યો હતો. સરકાર દ્વારા ગુરુવારે WPIના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા અને તે -0.52 ટકા હતો, જે જુલાઈમાં -1.36 ટકા હતો.

WPI હજુ પણ શૂન્યથી નીચે 

સૌ પ્રથમ ગુરુવારે જારી કરાયેલા જથ્થાબંધ મોંઘવારી (WPI ફુગાવાના) ડેટા વિશે વાત કરીએ. ભલે ઓગસ્ટ 2023માં જુલાઈની સરખામણીમાં તેમાં નજીવો વધારો થયો હોય તેમ છતાં રાહતની વાત એ છે કે જથ્થાબંધ મોંઘવારી દર પાંચમી વખત વધ્યો છે. અગાઉ જુલાઈમાં -1.36 ટકા નોંધાયું હતું. ખાદ્ય ફુગાવાના દરમાં ઘટાડાને કારણે ફુગાવાના આંકડાઓ પર પણ અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટમાં ઘટીને 5.62 ટકા થયો હતો જે જુલાઈમાં 7.75 ટકા હતો.

CPIમાં મોટો ઘટાડો

મોંઘવારીના મોરચે સામાન્ય માણસને આ બે દિવસમાં બીજી મોટી રાહત મળી જ્યારે સરકારે ઓગસ્ટમાં છૂટક મોંઘવારીનાં આંકડા રજૂ કર્યા છે. જુલાઈ 2023ની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 7.44 ટકાથી ઘટીને 6.83 ટકા થયો હતો. જો કે, આ આંકડો હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નિર્ધારિત 6 ટકાની મર્યાદાથી ઉપર છે. શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવો 6.59 ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં 7.20 ટકા હતો. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 7.02 ટકા નોંધાયો છે જે જુલાઈમાં 7.63 ટકા હતો.

ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો

આ વર્ષે જુલાઈ મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં 5.7 ટકાનો વધારો થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઔદ્યોગિક ઉત્પાદન, જે ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)ના આધારે માપવામાં આવે છે તે ગયા વર્ષના સમાન મહિનામાં 2.2 ટકા વધ્યું હતું. ડેટા અનુસાર, જુલાઈ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 4.6 ટકા વધ્યું છે. તે જ સમયે, ખાણકામ ઉત્પાદનમાં 10.7 ટકા અને વીજળી ઉત્પાદનમાં આઠ ટકાનો વધારો થયો છે.

NSO દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એપ્રિલ-જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.8 ટકાનો વધારો થયો છે. ગત વર્ષના સમાન સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ 2.2 ટકા હતી.

ચીનમાંથી સોલરની આયાત ઘટી 

આયાત મોરચે મોદી સરકાર માટે ત્રીજા સારા સમાચાર મળ્યા છે. 2023ના પ્રથમ છ મહિનામાં ભારતે ચીનમાંથી સોલર મોડ્યુલની આયાતમાં 76 ટકાનો મોટો ઘટાડો નોંધ્યો છે. આ સેક્ટરમાં આ ઘટાડો ભારત દ્વારા સૌર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ લીધેલા પગલાઓની સફળતા દર્શાવે છે. ગ્લોબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટ અનુસાર, ચીનમાંથી ભારતની સોલાર મોડ્યુલની આયાત વાર્ષિક ધોરણે 9.8 GW થી ઘટીને માત્ર 2.3 GW રહી છે.

નિફ્ટી-50 નવી ટોચે પહોંચ્યો

બુધવારે શેરબજારમાંથી ચોથા સારા સમાચાર આવ્યા જ્યારે બજારનો મુખ્ય સૂચક નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE નિફ્ટી) 20,000ની સપાટી વટાવીને નવી ઊંચાઈએ બંધ થયો હતો. આ પહેલા મંગળવારે સેશન દરમિયાન નિફ્ટી 20,000ને પાર કરી ગયો હતો પરંતુ અંતે તે આ સ્તરની નીચે બંધ રહ્યો હતો, પરંતુ બુધવારે તેણે પ્રથમ વખત લાંબી છલાંગ લગાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • Follow us on: