• ટ્વીટરની ઓળખ સમો વર્ષો જૂનો લોગો બદલાવવાને લઈને ચર્ચા
  • ટ્વિટર પર બોસ તરીકે 'ડોજ'નો ફોટો શેર કર્યો 
  • એલન મસ્કના નિર્ણયને લઈને લોકોમાં ચર્ચા

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર હવે કંઈક અલગ દેખાવા લાગી છે, કારણ કે તેની બ્લૂ ચકલી હટી ગઈ છે અને તેની જગ્યાએ એક ડોગી આવીને બેઠો છે. ટ્વિટરે તેનો 'બ્લૂ બર્ડ' લોગો બદલીને 'ડોજ' કરી દીધો છે. હવે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કૂતરો કોણ છે અને મસ્કે ટ્વિટર લોગો તરીકે આ કૂતરો કેમ પસંદ કર્યો? એલોન મસ્કે આ નિર્ણય કેમ લીધો?  આ 'ડોજ' એ ડોજકોઈન ક્રિપ્ટોકરન્સીનું પણ ચિહ્ન છે. એલોન મસ્ક ડોજકોઈનના સમર્થકોમાંના એક છે. તમે ઘણીવાર આ 'ડોજ' ને મીમ્સમાં જોયા હશે. મસ્કે ફેબ્રુઆરીમાં જ લોગો બદલવાનો સંકેત આપ્યો હતો. તેણે ટ્વિટર પર બોસ તરીકે 'ડોજ'નો ફોટો શેર કર્યો અને લખ્યું કે નવા CEO અદ્ભુત છે. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે ટ્વિટર પર વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

 

[[$googlead]]

ડોજ કાબોસુ જાપાનના સાકુરામાં રહે છે

[[$alsoread]]

ટ્વિટરનો લોગો બદલાયા બાદ ડોજકોઈનએ ટ્વીટ કર્યું કે આ કૂતરાનું નામ કાબોસુ છે. તે જાપાનના સાકુરામાં તેના માલિક અત્સુકો સાતો સાથે રહે છે. અત્સુકો સાતોએ 2010માં તેના બ્લોગ પર કાબોસુના ફોટા અપલોડ કર્યા હતા. પાછળથી, બિટકોઈન જેવી અન્ય ક્રિપ્ટોકરન્સી પર મજા ઉડાડવા માટે તેના ચિત્રોનો ઉપયોગ મીમ્સમાં કરવામાં આવ્યો હતો. ડોજકોઇને જણાવ્યું કે કાબોસુ એક રેસ્ક્યૂ ડોગી છે.

એલોન મસ્કએ આ નિર્ણય કેમ લીધો?

સત્તાવાર રીતે, આ ફેરફાર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ મસ્કનું એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ટ્વિટર ખરીદતા પહેલા યુઝરને ટ્વિટર ખરીદવા અને લોગો બદલવાનું વચન આપ્યું હતું. મસ્કે આ ટ્વિટ પર ફરીથી પ્રતિક્રિયા આપી છે. આટલું જ નહીં, મસ્કે ટ્વિટર પર એક મીમ પણ શેર કર્યો છે. આ મીમમાં 'ડોજ' કાર ચલાવતો જોવા મળે છે અને એક પોલીસ અધિકારી તેના ડ્રાઇવિંગ લાયસન્સ પર નજર નાખે છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સમાં ડોજના ફોટાને બદલે 'બ્લુ બર્ડ'નો ફોટો છે.


તમને જણાવી દઈએ કે જ્યારે લોકોએ અચાનક ટ્વિટરનો લોગો બદલાયેલો જોયો ત્યારે એવું લાગતું હતું કે ટ્વિટર હેક થઈ ગયું છે, પરંતુ બાદમાં એલોન મસ્ક અને ડોજકોઈન ક્રિપ્ટોકરન્સીના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી ટ્વીટોએ સાબિત કર્યું કે હવે ટ્વિટરનો લોગો કાયમ માટે બદલાઈ ગયો છે.

  • Follow us on: