ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન થોડા દિવસમાં થવાના છે. આ લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા શાહ તાજેતરમાં જ તેમના લગ્ન પહેલા મિટ્ટી કાફેની મુલાકાતે ગયા હતા. બંને અહીં ઘણો સમય રહ્યા. બંનેએ અહીંના કર્મચારીઓને તેમના લગ્નમાં આમંત્રણ પણ આપ્યું છે.

કેમ ખાસ છે Mitti Cafe?

મિટ્ટી કાફે(Mitti Cafe)એ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત સંસ્થા છે. આ સંસ્થા દ્વારા વિકલાંગ લોકોને રોજગાર દ્વારા સશક્ત બનાવવામાં આવે છે. જીત અદાણીની આ કાફેની મુલાકાત ખૂબ જ ખાસ હતી કારણ કે તેઓ લાંબા સમયથી આ કાફે સાથે જોડાયેલા છે. જીત અદાણી લાંબા સમયથી દિવ્યાંગોને મદદ કરવામાં સામેલ છે. મિટ્ટી કાફે સાથે જીત અદાણીનો સંબંધ તે સમયથી છે, જ્યારથી તેમને આ કાફેનું ઉદ્ઘાટન કર્યુ છે.

જીત અદાણીએ મિટ્ટી કાફેની મુલાકાત કેમ લીધી?

જીત અને દિવા શાહ આ કાફેના સ્થાપક અને મિટ્ટી કાફેની ટીમને તેમના લગ્નમાં આમંત્રણ આપવા આવ્યા હતા. આ સમય દરમિયાન, બંનેએ કર્મચારીઓ સાથે વાતચીત કરી, કેક કાપી અને તેમની સાથે સમય પસાર કર્યો હતો. બંનેનું સ્વાગત કરવા માટે, કાફે ટીમે તેમને ગુલદસ્તો અને ભેટો પણ આપી, મિટ્ટી કાફે ચેઈન દેશભરમાં ફેલાયેલી છે. આ કાફે શારીરિક, માનસિક અને માનસિક વિકલાંગતા ધરાવતા લોકોને, ખાસ કરીને આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને રોજગાર પૂરો પાડે છે. જીત અદાણીની આ મુલાકાતને દિવ્યાંગો પ્રત્યેના તેમના આદર તરીકે વર્ણવવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે જીત અદાણી દિવ્યાંગો પ્રત્યે ઉદાર છે અને તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.

ક્યારે છે જીત અદાણીના લગ્ન?

તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન 7 ફેબ્રુઆરીએ થવાના છે. જીત હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે લગ્ન કરશે. આ હાઈ પ્રોફાઈલ લગ્ન અમદાવાદમાં થવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. આ લગ્ન અંગે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે જીતના લગ્ન સાદાઈથી અને પરંપરાગત રીતે થશે.