દેશના તમામ શહેરોમાંથી લોકો કામની શોધમાં મોટા શહેરોમાં આવે છે અને મોટા શહેરમાં ભાડા પર રહીને નોકરી કરે છે.ત્યારે બહારથી આવતા લોકોને મકાન ભાડે આપતી વખતે ભાડા કરાર કરવો પડે છે, આને સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જો મકાનમાલિક પોતાનું મકાન ભાડે આપે છે તો તેના માટે ભાડા કરાર કરવો પડે છે, દિલ્હી હોય મુંબઈ હોય કે કોલકાતા આ એગ્રીમેન્ટમાં અનેક પ્રકારની માહિતી લખવામાં આવે છે. પરંતુ આ કરાર એક વર્ષ માટે નહીં પરંતુ માત્ર 11 મહિના માટે જ બનાવવામાં આવે છે.


ભાડા કરાર 11 મહિના માટે જ કરવામાં આવે છે જાણો કારણ

ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે નિયમો બનાવવામાં આવ્યા છે.જેમાં ભાડા કરાર (Rent Agreement) સંબંધિત કાયદાનો પણ સમાવેશ થાય છે. એક વર્ષમાં 12 મહિના હોવા છતાં, ભારતીય નોંધણી અધિનિયમ, 1908ની કલમ 17 (D) હેઠળ, એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરારની નોંધણી કરાવવી ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિકો કોઈપણ નોંધણી વગર માત્ર 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે, મકાન રેન્ટ પર આપતી વખતે, મકાનમાલિકો અને ભાડૂઆતોએ દસ્તાવેજોની નોંધણી કરવા અને નોંધણી ચાર્જ ચૂકવવા સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જવાની જરૂર નથી.

ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદમાં મોટી ભૂમિકા

નિષ્ણાતોના મતે ભારતમાં ભાડા અંગે બનેલા મોટાભાગના કાયદા ભાડૂઆતોની તરફેણમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો મિલકતના માલિકનો કોઈ ભાડૂઆત સાથે વિવાદ છે અને તે ભાડૂઆતને મિલકત ખાલી કરાવવા માંગે છે, તો તેના માટે આ ખૂબ મુશ્કેલ કાર્ય છે. 

વિવાદના કિસ્સામાં આ રીતે કરે છે કામ

નાની ભૂલના કારણે મિલકતના માલિકે વર્ષો સુધી પોતાની મિલકત માટે કાનૂની લડત લડવી પડે છે.અને આ એક મોટું કારણ છે કે નોટરી રેન્ટ એગ્રીમેન્ટ માત્ર 11 મહિના માટે જ બનાવવામાં આવે છે અને તે કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ ઊભો થાય, તો કરાર પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. Rent Tenancy Act હેઠળ, જો ભાડા અંગે કોઈ વિવાદ હોય અને મામલો કોર્ટમાં જાય તો કોર્ટને ભાડું નક્કી કરવાનો અધિકાર છે. ત્યારે મકાનમાલિક તેનાથી વધુ ભાડું વસૂલી શકે નહીં.

નહીં ખાવા પડે રજિસ્ટ્રાર ઓફિસના ધક્કા

11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે, આ સમયગાળાના કરાર માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની નથી હોતી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવ્યો હોય તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં હોય છે. ભાડા કરારની ફી ભાડૂઆતે ચૂકવવાની હોય છે. સામાન્ય રીતે, નોટરી રેન્ટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ. 200ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.  

  • Follow us on: