• દેશને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવ્યું
  • સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સમાં ફ્લિપકાર્ટની કુશળતા
  • સમગ્ર દેશમાં 450 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ

જો તમે વર્ષ 2000માં ભારતની અંતરિયાળ જગ્યા પર હોવ અને કંઈક ખરીદવાની ઈચ્છા હોય તો જ્યાં સુધી કોઈ તમારા સુધી પેકેજ મોકલે નહીં ત્યાં સુધી તમે તે મેળવી શકતા ન હતા. જો કે, 2023માં, ભૌગોલિક અંતર હવે કયાંય અવરોધરૂપ રહેશે નહીં કારણકે ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ જાયન્ટ્સની હાજરીને કારણે દેશોના બધા લોકો ઉત્પાદનો ખરીદી શકશે અને સર્વિસનો ઉપયોગ કરી શકશે. ફ્લિપકાર્ટએ ભારતના ઝડપી આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે, દેશને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવ્યું છે, એક મજબૂત સપ્લાય ચેઇન જે દેશના 20,000 પિન કોડ સુધી પોતાની સર્વિસ પહોંચાડે છે.

આ વિકસતી ઇકોસિસ્ટમની અંદર, ફ્લિપકાર્ટ ગ્રામીણ અને નાના શહેરોમાં હજારો MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો), વિક્રેતાઓ, કારીગરો અને ખેડૂતો માટે સકારાત્મક પરિવર્તનને અનેક ગણું વધારે છે. સમગ્ર ભારતમાં ઓનલાઈન શોપિંગમાં ઘરે ઘરે જાણીતું નામ એવા ફ્લિપકાર્ટનો ઉપયોગ કરતા એક અબજથી વધુ ગ્રાહકો સમક્ષ તેઓ તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરી શકે છે.

ફ્લિપકાર્ટની અતૂટ પ્રતિબદ્ધતા ભારતમાં એક મજબૂત વિક્રેતા ઇકોસિસ્ટમના નિર્માણમાં રહેલી છે. સ્થાનિક ઈ-કોમર્સ માર્કેટપ્લેસે તેની સપ્લાય ચેઈનને મજબૂત બનાવી છે અને સમગ્ર દેશમાં 450 મિલિયનથી વધુ ગ્રાહકોની વધતી જતી માંગને અસરકારક રીતે પૂરી કરવા માટે તેનું નેટવર્ક વિસ્તાર્યું છે.

ડિજિટલ ગ્રોથમાં અનેક ગણો વધારો

ફ્લિપકાર્ટ દૂરના વિસ્તારોમાં સ્થિત નાના પાયાના સાહસો, કારીગરો અને વણકરો સહિત વિવિધ વ્યવસાયોના ડિજિટલ વિકાસને સક્ષમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ફ્લિપકાર્ટ આગ્રા, જયપુર, લુધિયાણા, મુરાદાબાદ, પાણીપત, રાજકોટ, સુરત, તિરુપુર અને અન્ય શહેરોમાં બહુવિધ વિક્રેતાઓ પાસેથી મેળવેલ ઉત્પાદનોની વિવિધ શ્રેણીને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડે છે. ફ્લિપકાર્ટ તેના ઉત્તમ કક્ષાના વેરહાઉસીસમાં ઈન્વેન્ટરીને પણ જાળવી રાખે છે , જેનાથી લાખો ગ્રાહકો તેમના ઓર્ડર તરત પ્રાપ્ત કરી શકે છે.

આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ નાના વ્યવસાયો, કારીગરો અને વણકરોને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને બજાર સુધી પહોંચવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ફ્લિપકાર્ટ સાથે કામ કરીને આ ઉદ્યોગ સાહસિકોને હવે વ્યાપક ઉત્પાદન માટે રોકાણ કરવાની જરૂર નથી અને તેમ છતાં તેઓ તેમની કારીગરીને લોકો સુધી પહોંચાડી શકે છે અને વધુ કમાણી કરી શકે છે. ફ્લિપકાર્ટનાં ડિજિટલ વિકાસનાં કારણે આ વ્યવસાયો દેશના ખૂણે ખૂણેથી ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બન્યા છે. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સમાં ફ્લિપકાર્ટની કુશળતાને કારણે આ વિક્રેતાઓએ તેમની બ્રાન્ડ્સમાં વધુ વિશ્વાસ મેલ્યો છે અને ગ્રાહક અનુભવ એકંદરે સુધર્યો છે.

ક્વેરા એન્ટરપ્રાઇઝિસનાં સ્થાપક ભાવિક પટોલિયાએ તેમના વ્યવસાયની સફળતામાં ફ્લિપકાર્ટના યોગદાન બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેઓ તેમના એન્ટરપ્રાઇઝના વિકાસ માટે અને ડિજિટલ માધ્યમ દ્વારા આવક વધારવા માટેનો શ્રેય ફ્લિપકાર્ટને આપે છે. ફ્લિપકાર્ટ સાથેના જોડાણથી ક્વેરા એન્ટરપ્રાઇઝની વિઝીબીલીટીમાં વધારો થયો છે, જેનાથી તેઓ બજારમાં પ્રવેશ કરી શકે છે અને તેમના ઉત્પાદનો વિવિધ ગ્રાહક વર્ગને આપી શકે છે.

સફળ અને મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક

ફ્લિપકાર્ટે તેની વૃદ્ધિને આગળ વધારવા અને સમગ્ર દેશમાં લાખો ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત સપ્લાય ચેઇન નેટવર્કની સ્થાપના કરી છે. આ જટિલ નેટવર્ક દૈનિક ધોરણે વિવિધ વિસ્તારોમાં અસંખ્ય શિપમેન્ટની સરળ ડિલિવરીની સુવિધા આપે છે. પોતાની લોજિસ્ટિક્સ કુશળતા અને સમગ્ર ભારતના બજારની ઊંડી સમજણનો લાભ લઈને, ફ્લિપકાર્ટ વિક્રેતાઓને તેમના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે, જ્યારે તેઓ બજારના વલણ અને અણધાર્યા વિક્ષેપો વિશે માહિતગાર રહે તે પણ સુનિશ્ચિત કરે છે. તદુપરાંત, આ અભિગમ વિવિધ જગ્યાએ વિક્રેતાઓ માટે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરે છે, વ્યવસાયને સરળ બનાવે છે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસમાં ફાળો આપે છે જેના કારણે પ્રાદેશિક અર્થતંત્ર મજબૂત બને છે.

ફ્લિપકાર્ટનાં ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, રજનીશ કુમાર સમગ્ર દેશમાં વ્યવસાયની કરોડરજ્જુ તરીકે સપ્લાય ચેઇનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફ્લિપકાર્ટની ટેક્નોલોજી આધારિત સપ્લાય ચેઇન 450 મિલિયનથી વધુ ગ્રાહકો સાથે 1 મિલિયનથી વધુ વિક્રેતાઓના વિશાળ નેટવર્કને જોડે છે, જે દર મહિને 120 મિલિયનથી વધુ શિપમેન્ટની ડિલિવરી કરે છે. સપ્લાય ચેઇન ડેશબોર્ડ અને વિક્રેતાના માર્કેટપ્લેસ સેલ્સને એકીકૃત કરીને, Flipkart નેટવર્ક બનાવે છે જે સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. આ એકીકરણ હજારો વિક્રેતાઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થયું છે, જેનાથી તેઓ તેમના વ્યવસાયનો વિકાસ કરવામાં અને તેમની કમાણી વધારવા માટે સક્ષમ બન્યા છે, જે ડિજિટલ કોમર્સની પરિવર્તનશીલ શક્તિમાં વધારો કરે છે

ટૂંકમાં, ફ્લિપકાર્ટનું મજબુત સપ્લાય ચેઈન નેટવર્ક તેની વૃદ્ધિ માટેની વ્યૂહરચના, વેચાણકર્તાઓનાં સશક્તિકરણ, રોજગારીને વેગ આપવા અને પ્રાદેશિક અર્થવ્યવસ્થાની એકંદર પ્રગતિમાં યોગદાન આપવા માટે મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરે છે.

ફ્લિપકાર્ટનો ફાયદો

ભારતમાં સ્વદેશી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે, ફ્લિપકાર્ટએ વિશાળ અને ટેકનોલોજી-સક્ષમ સપ્લાય ચેઈન નેટવર્કના નિર્માણમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ વ્યાપક નેટવર્કમાં વેરહાઉસ, પરિવહનનું માળખું અને દેશની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિષ્ણાત વ્યક્તિઓનો સમૂહ ધરાવે છે. ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇન અદ્યતન ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે પ્રયત્નોને ઘટાડે છે અને વિશ્વસનીયતા વધારે છે.

ફ્લિપકાર્ટના વ્યવસાયમાં ટેક્નોલોજી કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, જે સ્વચાલિત વાહનો, ક્રોસ બેલ્ટ સોર્ટર્સ અને રોબોટિક પેકિંગ મશીનોનો સમાવેશ થાય છે. આ મજબૂત પુરવઠા શૃંખલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને અસંખ્ય સ્થાનિક વિક્રેતાઓ, વ્યવસાયો અને MSME માટે આજીવિકાની તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ સંસ્થાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં લાવીને અને તેમને રાષ્ટ્રીય બજારમાં પ્રવેશ આપીને, ફ્લિપકાર્ટે લોજિસ્ટિક્સ ખર્ચમાં અસરકારક રીતે ઘટાડો કર્યો છે.

વર્ષોથી, ફ્લિપકાર્ટે ભારતમાં વિકસિત અત્યાધુનિક તકનીકોનો લાભ લઈને તેની સપ્લાય ચેઈન ક્ષમતાઓને વિસ્તૃત કરી છે. આ તકનીકોનો સમાવેશ કરીને અને શીખેલ જાણકારીનો ઉપયોગ કરીને, ફ્લિપકાર્ટે વેલ્યુ ચેઈનમાં શિપમેન્ટની ચોક્કસ અને ઝડપી ગતિ પ્રાપ્ત કરી છે, જેના પરિણામે ખર્ચની બચત થાય છે. ફ્લિપકાર્ટ નાના અને મધ્યમ વ્યવસાયો માટે વિશ્વસનીય લોજિસ્ટિક્સ ભાગીદાર બની ગયું છે.

ફ્લિપકાર્ટે જિયોકોડિંગ અને એડ્રેસ ઇન્ટેલિજન્સ જેવા AI સોલ્યુશન્સ પણ અપનાવ્યા છે, જે ડિલિવરી માટે ચોક્કસ સરનામા શોધી આપે છે. રૂટ ઑપ્ટિમાઇઝેશન અને ડાયનેમિક પ્લાનિંગ દ્વારા, ફ્લિપકાર્ટ ખર્ચ અને સંસાધનોને વધારીને ગ્રાહકોને વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

ભવિષ્યમાં ફ્લિપકાર્ટ તેની સપ્લાય ચેઇન ક્ષમતાઓને વધારતી ટેકનીક અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલનો હેતુ ઓછી કિંમતની સપ્લાય ચેન સ્થાપિત કરવાનો, ખર્ચ ઘટાડવાનો, ઍક્સેસમાં સુધારો કરવાનો અને વેચાણકર્તાઓ અને ગ્રાહકો બંનેને વધુ મૂલ્ય પ્રદાન કરવાનો છે. આવી પહેલોમાં ઓછા સંસાધનો સાથે ઓર્ડર મેનેજ કરવા માટે વસ્તુઓને એકસાથે બંડલ કરવી, એકંદર સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવી, સપ્લાય ચેઇનમાં ગતિશીલ રીતે પાછી મળેલી વસ્તુઓને ફરીથી રૂટીંગ કરવી અને વિક્રેતાને વેલ્યુ એડિશનમાં સમગ્ર ભારતમાં વિક્રેતાઓ અને ઇન્વેન્ટરીના પ્રસારનો સમાવેશ થાય છે.

ટૂંકમાં, ફ્લિપકાર્ટના ટેક્નોલોજી પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનાં કારણે અને તેની સપ્લાય ચેઇનમાં સતત સુધારણાને લીધે તેણે ઈ-કોમર્સ ઉદ્યોગમાં અગ્રણી તરીકે જગ્યા મેળવી છે, જે આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે અને સમગ્ર દેશમાં વિક્રેતાઓ અને ગ્રાહકોને સશક્ત બનાવે છે.

નોંધ : આ સમાચાર જાહેરખબરનો એક ભાગ છે. 

  • Follow us on: