બજેટમાં સોના પર આયાત ડ્યૂટી પર કોઇ વધારો ઝીંકવામાં આવ્યો નથી તેમ છતાં સોનાનો ભાવ તો પૂર ઝડપે વધી જ રહ્યો છે. એવી અપેક્ષા હતી કે બજેટ બાદ સોનાના ભાવ વધી શકે છે અને વધ્યા પણ ખરા જ. જાન્યુઆરી મહિનામાં 6 ટકાથી વધારેનો વધારો નોંધાયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં 3 ટકા ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે એમ કહી શકાય કે વર્ષની શરૂઆતમાં જ સોનાના ભાવમાં 9 ટકાનો વધારો નોંધાઇ ગયો છે.
સોનું અત્યારે 17 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી મોંઘુ થઇ ગયુ છે. જો આવો જ સિલસિલો જોવા મળ્યો તો આગામી 55 દિવસોમાં સોનાનો ભાવ 86500 ક્રોસ કરી શકે છે. એટલે કે ફાઇનાન્સિયલ યર 2025 પૂર્ણ થતા જ ગોલ્ડમાં 28 ટકાનું રોકાણકારોને રિટર્ન મળી શકે છે. ત્યારે આવો જાણીએ સોનાની કિંમતો આગામી દિવસોમાં ક્યાં સુધી પહોંચી શકે છે.
10 મહિનામાં કેટલી વૃદ્ધિ?
બીજી તરફ જો આપણે ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો છેલ્લા 10 મહિનામાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. મળતી માહિતી મુજબ સોનાના ભાવમાં લગભગ 17 હજાર રૂપિયાનો વધારો થયો છે. 5 ફેબ્રુઆરીના ઉચ્ચતમ સ્તર સુધી, સોનાએ રોકાણકારોને 25 ટકા સુધીનું વળતર આપ્યું છે. આનો અર્થ એ થયો કે જો આ પ્રકારનો વધારો ચાલુ રહેશે તો આગામી બે મહિનામાં સોનાના ભાવમાં 2 થી 3 ટકાનો વધારો જોવા મળી શકે છે. આનો અર્થ એ થયો કે માર્ચના અંત સુધીમાં સોનાનો ભાવ 86500 રૂપિયાના સ્તરને પાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 67,701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યો હતો.
સોનું 7400 રૂપિયા મોંઘુ
માહિતી અનુસાર કેલેન્ડર વર્ષ 2024 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 77,456 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જે 5 જાન્યુઆરી, 2025ના રોજ વધીને 84,894 રૂપિયા પ્રતિ દસ ગ્રામના આજીવન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે 36 દિવસમાં સોનાના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે, એટલે કે, પ્રતિ દસ ગ્રામ 7438 રૂપિયા સુધી ભાવ વધ્યા. જોકે ૫ જાન્યુઆરીએ બજાર બંધ થયા પછી, સોનાનો ભાવ 84567 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો. આ મુજબ સોનાના ભાવમાં 7,111 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
ફેબ્રુઆરીમાં જ સોનામાં તેજી
જો આપણે ફેબ્રુઆરીની વાત કરીએ તો સોનાના ભાવમાં સારો વધારો જોવા મળ્યો છે. તેમાં પણ 5 ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા. જ્યારે 31 જાન્યુઆરી, 2025 ના રોજ સોનાનો ભાવ 82,233 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે 5 ફેબ્રુઆરી સુધીમાં સોનાના ભાવમાં 2,661 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં 3.24 ટકા સુધીનું વળતર આપ્યું છે. નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
તો શું ભાવ વધશે ?
ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા કાર્યકારી દિવસ સુધી સોનાનો ભાવ કેટલો પહોંચી શકે છે? આ વિશે જુદા જુદા લોકોના અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે. 85 હજાર રૂપિયાના સ્તરને પાર કર્યા પછી, સોનાના રોકાણકારોમાં પ્રોફિટ બુકિંગ પ્રભુત્વ ધરાવી શકે છે. કિંમતો ફરી એકવાર 82 થી 83 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. તો કેટલાકનું એવુ પણ માનવુ છે કે ચાલુ નાણાકીય વર્ષ સુધીમાં સોનાનો ભાવ 86,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી શકે છે. એક મોટી બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સોનાના ભાવને ટેકો આપતા પરિબળો સતત કામ કરી રહ્યા છે. મોટાભાગના ટ્રિગર્સ આંતરરાષ્ટ્રીય છે. આવી સ્થિતિમાં આગામી બે મહિનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.