• 2023-24ના ત્રીજા કવાર્ટર કરતાં ચોથા કવાર્ટરમાં ઘટાડાનું વલણ

  • કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ અને આઈસર મોટર્સ પણ યાદીમાં સામેલ
  • ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકમાં વિદેશી રોકાણ 4.5 ટકા ઘટી 47.83 ટકા થયું છે

નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી અને આઈટીસી એવા નવ લાર્જકેપ સ્ટોક્સમાં સામેલ હતા, જેમાં ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર (એફઆઈઆઈ)એ પોતાનો હિસ્સો ઘટાડયો હતો. ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકમાં વિદેશી રોકાણ 4.5 ટકા ઘટી 47.83 ટકા થયું છે. નાણાંકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિકમાં એચડીએફસીમાં એફઆઈઆઈનો હિસ્સો 52.31 ટકા હતો.

આઈટીસીમાં એફઆઈઆઈ શેરહોલ્ડિંગ 2023-24ના માર્ચ કવાર્ટરમાં 2.3 ટકા ઘટયું હતું. આ સમયગાળામાં એફઆઈઆઈ ઘટી 40.95 ટકાના મથાળે પહોંચ્યું હતું. આ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક દરમ્યાન આઈટીસીમાં એફઆઈઆઈનો હિસ્સો 43.26 ટકા હતો. ઈન્ડસઈન્ડ બેંકમાં નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં એફઆઈઆઈ શેરહોલ્ડિંગ 2.2 ટકા ઘટી 40.25 ટકા થયું હતું. જે સમાન વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 42.47 ટકા હતું.

કોટક મહિન્દ્રા બેંક પણ એવો લાર્જકેપ શેર છે, જેમાં વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં એફઆઈઆઈ 2.1 ટકા ઘટી 37.59 ટકા થયું છે. જે આંકડો ત્રીજા ત્રિમાસિકમાં 39.74 ટકા હતો. ઉપરાંત પોલીકેબ ઈન્ડિયાએ દર્શાવ્યું હતું કે, તેના એફઆઈઆઈ હિસ્સામાં પણ 1.5 ટકાનો ઘટાડો થયો છે. 1.5 ટકા ઘટી એફઆઈઆઈનો હિસ્સો હવે 11.95 ટકા રહ્યો છે. જે ત્રીજા ત્રિમાસિકમાં 13.4 ટકા હતું. એશિયન પેઈન્ટ્સમાં એફઆઈઆઈનું પ્રમાણ 1.4 ટકા ઘટીને માર્ચ કવાર્ટરમાં 15.89 ટકા થયું છે. નાણાંકીય વર્ષ 2023-24ના ડિસેમ્બરમાં સમાપ્ત થતાં ત્રીજા ત્રિમાસિકમાં એફઆઈઆઈનો એશિયન પેઈન્ટ્સમાં હિસ્સો 17.32 ટકા હતો. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ EV ઈન્શયોરન્સ પણ એવો લાર્જકેપ સ્ટોક છે જેમાં એફઆઈઆઈમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. આ શેરમાં વિદેશી રોકાણનો હિસ્સો 1.4 ટકા ઘટીને 13.35 ટકા થયો હતો. જે આંકડો ત્રીજા ત્રિમાસિકમાં 14.72 ટકા હતો.

આઈસર મોટર્સને પણ એફઆઈઆઈ મામલે નિરાશા સાંપડી છે. આ શેરના પણ વિદેશી રોકાણ ફાળામાં 1.3 ટકાનો ઘટાડો થવા સાથે હવે હિસ્સો 28.95 ટકા છે, જે સમાન વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 30.27 ટકા હતો. એચડીએફસી બેંક ઉપરાંત એચડીએફસી EV ઈન્શયોરન્સ કંપનીએ પણ એફઆઈઆઈમાં ઘટાડો નોંધાવ્યો હતો. જે 1.3 ટકા હતો. આ ઘટાડા સાથે હવે 30.03 ટકા હિસ્સો રહ્યો છે. જે અગાઉના કવાર્ટરમાં 31.29 ટકા હતો.


  • Follow us on: