- કંપનીના શેરે રૂ. 2,150ના ઓફ્રભાવ સામે ગુરુવારે રૂ. 440નું તળિયું દર્શાવ્યું
- નવેમ્બર મહિનામાં જ કંપનીના શેરમાં લગભગ 30 ટકાનું ગાબડું જોવા મળ્યું
- ગુરુવારે કંપનીનો શેર 2.5 ટકા ઘટાડે રૂ. 441.10ના ઓલ ટાઈમ લો પર બંધ રહ્યો
દેશમાં સૌથી મોટા ડિજિટલ-પેમેન્ટ્સ પ્રોવાઈડર પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્પ્યુનિકેશન્સનો શેર લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં સૌથી ઊંચું ધોવાણ દર્શાવનાર વૈશ્વિક સ્તરે છેલ્લા દાયકાનો સૌથી ખરાબ આઈપીઓ બની રહ્યો છે અને હજુ તેમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે કંપનીનો શેર 2.5 ટકા ઘટાડે રૂ. 441.10ના ઓલ ટાઈમ લો પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 440નું તળિયું દર્શાવ્યું હતું. રૂ. 2,150ના ભાવે ઓફર કરવામાં આવેલો શેર રૂ. 1,708.90નું ધોવાણ દર્શાવી રહ્યો છે. કંપનીમાં 72.82 ટકા હોલ્ડિંગ પબ્લિક પાસે છે. જેમાં સ્થાનિક સંસ્થાઓનો સમાવેશ પણ થાય છે. પેટીએમના લિસ્ટિંગના ટૂંકાગાળા બાદ કંપનીના ફાઉન્ડરે તેની સામેના પડકારોની સરખામણી ઈવી કાર ઉત્પાદક ટેસ્લા ઈન્ક. સાથે કરી હતી. જોકે કંપનીનો શેરમાં ધોવાણ અટક્યું નથી અને 2.4 અબજ ડોલરની ભારતીય શેરબજારમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી ઓફ્ર સાથે પ્રવેશેલો આઈપીઓ 75 ટકા ધોવાણ દર્શાવી ચૂક્યો છે. શેરના ભાવમાં ધોવાણ વૈશ્વિક સ્તરે લગભગ સમાન ફ્ંડ એકત્ર કરવાના કોઈપણ આઈપીઓમાં લિસ્ટિંગ બાદ પ્રથમ વર્ષે જોવા મળેલું સૌથી તીવ્ર ધોવાણ છે. અગાઉ 2012માં સ્પેનની બેન્કિઆ એસએના શેરમાં આઈપીઓ બાદ 82 ટકા મૂડી ધોવાણ નોંધાયું હતું એમ બ્લુમબર્ગનો ડેટા સૂચવે છે. પેટીએમના શેરમાં લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં ધોવાણ કંપનીમાં રોકાણકારોના વિશ્વાસમાં ઘટાડો દર્શાવે છે. કંપની હજુ સુધી નફકારક બની શકી નથી. કંપનીએ ગયા વર્ષે ભારતીય આઈપીઓ બજારમાં તેજી વખતે પ્રવેશ કર્યો હતો અને ઊંચા પ્રીમિયમે શેર્સ ઓફ્ર કર્યાં હતાં. અન્ય કેટલાંક સારા લિસ્ટિંગને કારણે રિટેલ વર્ગે પેટીએમના ભરણામાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જોકે લિસ્ટિંગ દિવસથી લઈને ગુરુવાર સુધી તેઓ ઓફ્રભાવથી ઊંચો ભાવ જોઈ શક્યા નથી. માર્કેટ નિષ્ણાતો સ્ટાર્ટઅપ એવા પેટીએમનું લિસ્ટિંગ અતિશયોક્તિભર્યાં ભાવ સાથે થયું હોવાનું કહી રહ્યાં છે. માર્કેટ રેગ્યુલેટરે પણ લિસ્ટિંગની નિષ્ફ્ળતા બાદ સ્ટાર્ટઅપના લિસ્ટિંગ માટે નવી માર્ગદર્શિકાઓ ઘડવાની ફ્રજ પડી છે. જેથી ભવિષ્યમાં અન્ય કોઈ કંપની રોકાણકારોને ઊંચા ભાવે શેરનું વેચાણ કરી જાય નહીં. ચાલુ સપ્તાહે શેરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને દેશના સૌથી મોટા કોન્ગ્લોમેરટ તરફ્થી સંભવિત સ્પર્ધક ઊભરી રહ્યો હોવાની ચિંતાએ શેરનો ભાવ ઝડપી તૂટયો છે. અગાઉના સપ્તાહે જાપાનના સોફ્ટબેંક ગ્રૂપ કોર્પે લોક-ઈન પિરિયડ પૂરો થયા બાદ તેની પાસે રહેલા શેર્સનું વેચાણ કર્યું હતું. જેની પાછળ સતત ત્રણ સત્રો સુધી શેર ગગડયો હતો. નવેમ્બરમાં અત્યાર સુધીમાં તે લગભગ 30 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. રૂ. 2,150ના આઈપીઓ ભાવ સામે તે 79 ટકા જેટલો નીચે ચાલી રહ્યો છે.
જેએમ ફઇનાન્શિલના એનાલિસ્ટે એક નોંધમાં લખ્યું છે કે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. કેમકે રોકાણકારો નુકસાન કરતી કંપનીઓમાંથી બહાર આવી રહ્યાં છે. પેટીએમની ઘટના બાદ ભારતીય ઈન્ટરનેટ કંપનીઓ તેમની નફકારક્તા પર ભાર આપતી જોવા મળી રહી છે. સાથે ભવિષ્યમાં તેઓ શું કરવા જઈ રહ્યાં છે તે અંગે પણ વાત કરી રહ્યાં છે. જેથી રોકાણકારોનો વિશ્વાસ જળવાયેલો રહે. પેટીએમે ભારતીય બજાર ગયા વર્ષે તેની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું ત્યારે જ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીના આઈપીઓમાં વૈશ્વિક રોકાણકારો જેવાકે બ્લેકરોક ઈન્ક. અને કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે ભાગ લીધો હતો.










