વેટિકન સિટી દુનિાનો સૌથી નાનો દેશ છે. એમ તો આ દેશ ઈટલીની રાજધાની રોમની અંદર આવે છે, પણ તે પુરી રીતે આઝાદ છે. તેની પોતાની સરકાર અને કરન્સી છે. આ દેશનું ક્ષેત્રફળ ફક્ત 0.49 વર્ગ કિલોમીટર છે અને તેની જનસંખ્યા લગભગ 800 છે. આ દેશ કેથોલિક ઈસાઈયોના મોટા ધર્મગુરુ પોપનું નિવાસ સ્થાન છે. વેટિકન સિટી ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. અહીં સેંટ પીટર્સ બેસિલિકા, સિસ્ટિન ચેપલ અને વેટિકન મ્યુઝિમ જેવા ઘણા જાણીતા સ્થળો છે. વેટિકન સિટી 1929માં એક સ્વતંત્ર દેશ બન્યો હતો.
હાલ આ દેશ બજેટની મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હાલમાં જવાબદારી સંભાળનાર પોપ લિયો 14ની સામે સૌથી મોટી સમસ્યા વેટિકનને આ નુકસાનીમાંથી બહાર કાઢવાની છે. રોમન કેથેલિક ચર્ચ અને વેટિકન સિટીની કેન્દ્વીય પ્રશાસનિક સંસ્થા હોલિ સીએ જણાવ્યું હતું કે 2021માં તેની આવક 87.8 કરોડ અમેરિકન ડોલર હતી, પણ તેના કરતા ખર્ચ વધારે હતો.
કઈ રીતે કમાણી કરે છે આ દેશ
વેટિકન સિટી ન તો તેમના નાગરિકો પર કોઈ ટેક્સ લગાવે છે અને કોઈ પણ પ્રકારના બોન્ડ પણ જાહેર કરતું નથી. અહીંયાની સરકાર દાનથી ચાલે છેે. વેટિકનને કોઈ પણ પૈસાનું દાન કરી શકે છે. હાલ તો આ દાનમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય વેટિકન સરકારને સંગ્રહાલયોનું ટિકીટ વિતરણ, ઈન્વેસ્ટમેન્ટ અને રિયલ એસ્ટેટ દ્વારા થોડી ઘણી આવક થાય છે. આ સિવાય દેશની પાસે આવકના મુખ્ય બે સોર્સ છે. પહેલા કૈનન કાયદા અનુસાર દુનિયાના તમામ બિશપોને વાર્ષિક ચાર્જ ભોગવવો પડે છે. વેટુકનને દાન આપવામાં અમેરિકા સૌથી આગળ છે.
વેટિકનની કમાણીનો મુખ્ય સ્ત્રોત પીટ્સ પેંસથી છે. પીટર્સ પેન્સ કેથેલિક ચર્ચમાં પોપ માટે કરવામાં આવતા દાનને કહેવામાં આવે છે, જે સામાન્ય રીતેજીનના અંતિમ રવિવારે લેવામાં આવે છે. અમેરિકા પાસે આ દર વર્ષે પીટર્સ પેંસથી 2.7 કરોડ ડોલરની આવક થાય છે, જે વેટિકન માટે અન્ય દેશો દ્વારા થનારી આવકનો અડધો હિસ્સો છે. જો કે હાલ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.