દેશમાં સતત મોંઘવારીનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે. ગત ઑક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરે વધારો નોંધાવ્યો છે. આ ફુગાવાનો દર 2.36 ટકાએ પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં પણ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો હતો. આ મોંઘવારી દર વધીને 1.84 ટકાએ પહોંચી ગયો હતો. જથ્થાબંધ મોંઘવારીની આ દર અનુમાન કરતાં વધુ છે અને ઑક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.20 ટકા રહેવાનું અનુમાન હતું.


બળતણ અને પાવરના મોંઘવારી દરમાં ઘટાડો
ઑક્ટોબર મહિનામાં બળતણ અને પાવર ક્ષેત્રમાં મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે, અને આ નેગેટિવમાં આવ્યો છે. ઑક્ટોબરમાં ફ્યૂઅલ એન્ડ પાવર સેગમેન્ટની મોંઘવારી દર ઘટીને -5.79 ટકા પર આવી ગયો છે.

ખાદ્ય પદાર્થો/ક્રૂડ પેટ્રો પેદાશમાં મોંઘવારી
ખાદ્ય વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 3.37 ટકા અને ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગૅસનો મોંઘવારી દર ઘટીને 0.41 ટકા પર આવી ગયો છે. ઑક્ટોબરમાં ખનિજોનો જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને -1.67 ટકા અને બિન-ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર -0.37 ટકાના દરે દેખાયો છે. સપ્ટેમ્બરની સરખામણીએ કેટલાક વિસ્તારોમાં પરિવર્તન જોવા મળ્યું છે.

ખાદ્ય મોંઘવારી રેટમાં પણ વધારો ઝીંકાયો
દેશમાં અગાઉ છૂટક મોંઘવારી દર વધ્યા બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઑકટોબર મહિનામાં 11.59 ટકા આવી ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં 9.47 ટકા હતો. પ્રાઈમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર ઑક્ટોબર મહિનામાં 8.09 ટકા આવી ગયો છે, અને મેન્યૂફેકચર્ડ પ્રોડક્ટની મોંઘવારી દરમાં 1.50 ટકાનો આંકડો આવ્યો છે. 

કૉર ઈન્ફલેશન અને ડબલ્યૂપીઆઈ ફુગાવામાં ફેર
ગયા મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા કમોબેશન રિટેલ ઈન્ફલેશનના આંકડાના સમાન જોવા મળી રહ્યા છે. ઑક્ટોબરમાં છૂટક મોંઘવારી દર છ ટકાને પાર કરતા 6.21 ટતા ઉપર પહોંચ્યો હતો. ખાદ્ય મોંઘવારી દર ડબલ ડિજિટ ક્રોસિંગ પાર કરીને 10.87 ટકા પર પહોંચી ગયા છે અને આને લીધે છૂટક મોંઘવારી દરમાં મોટો વધારો જોવા મળ્યો છે. 
  • Follow us on: