- છેલ્લા એક મહિના દરમિયાન ઘણી વૃદ્ધિ
- શેરની કિંમતમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો
- 1 એપ્રિલથી 30 નવેમ્બર સુધીની લોનની રીકવરી
યસ બેંકના શેરમાં છેલ્લા એક મહિના દરમિયાન ઘણી વૃદ્ધિ જોવા મળી છે. 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી આ ખાનગી બેંકના શેરની કિંમતમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરના વધારા વચ્ચે કંપનીને વધુ એક મોટી સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે, યસ બેંકે તેની 48,000 કરોડ રૂપિયાની ફસાયેલી લોન ડેટ રિસ્ટ્રક્ચરિંગ કંપની જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શનને ટ્રાન્સફર કરી છે.
બેંકે શનિવારે શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સ્ટ્રેસ્ડ ડેટ (સ્ટ્રેસ ડેટ) તરીકે ચિહ્નિત 48,000 કરોડ રૂપિયાના લોન પોર્ટફોલિયોને JC ફ્લાવર્સને સોંપવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન 1 એપ્રિલથી 30 નવેમ્બર સુધીની લોનની રિકવરી પણ એડજસ્ટ કરવામાં આવી છે.










